દુબઈના 67 માળના મરીના પિનેકલ ટાવરમાં આગ, 3820 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કોઇ જાનહાનિ નહિ...

દુબઈના 67 માળના મરીના પિનેકલ ટાવરમાં આગ, 3820 લોકોનું રેસ્ક્યૂ કરાયું, કોઇ જાનહાનિ નહિ…

દુબઈ : સંયુક્ત આરબ અમીરાતના દુબઈ શહેરના મરીના વિસ્તારમાં 67 માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, શુક્રવારે મોડી રાત્રે મરિના પિનેકલમાં આગ લાગ્યા બાદ 764 એપાર્ટમેન્ટમાં રહેતા તમામ 3,820 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં આગનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. જેમાં આગ નીચેથી બિલ્ડિંગમાં ઉપર તરફ આગળ વધી રહી છે. બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે.

અસરગ્રસ્ત લોકો માટે કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા
મીડિયા અહેવાલ મુજબ દુબઈ સિવિલ ડિફેન્સ ટીમોએ છ કલાકની સખત મહેનત પછી બિલ્ડિંગમાં આગ પર કાબુ મેળવ્યો. ડીએમઓએ જણાવ્યું હતું કે અધિકારીઓ અસરગ્રસ્ત લોકો માટે કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા કરવા માટે બિલ્ડિંગના ડેવલપર સાથે સંપર્કમાં છે. તેમની સલામતી અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી રહ્યા છે. મરિના પિનેકલના 764 એપાર્ટમેન્ટમાંથી તમામ 3,820 લોકોને કોઈપણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ટાવરમાં પહેલા પણ આગ લાગી હતી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ મરિના પિનેકલ જેને ટાઇગર ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં આગ લાગી છે. જેમાં મે 2015 માં રસોડામાં આગને કારણે 47મા માળે આગ લાગી હતી. જે દુબઈ સિવિલ ડિફેન્સ દ્વારા કાબુમાં લેવામાં આવે તે પહેલાં 48મા માળે ફેલાઈ ગઈ હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button