એરિઝોનામાં પણ Donald Trumpનો વિજય, 7 સ્વિંગ સ્ટેટમા જીત હાંસલ કરીને રચ્યો ઈતિહાસ
Donald Trump: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ મત ગણતરી ચાલુ છે. જેમાં એરિઝોના પણ હતું, આજે જાહેર થયેલા પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પે એરિઝોનામાં પણ જીત (Donald Trump won Arizona) હાંસલ કરી હતી. તેની સાથે જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સાત સ્વિંગ સ્ટેટમાં (7 Swing States) જીત હાંસલ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ઈતિહાસ રચ્યો હતો. આ પહેલાં 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ પાર્ટીએ જો બાઇડેના નેતૃત્વમાં એરિઝોનામાં જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે ટ્રમ્પના નેતૃત્વમાં રિપબ્લિકન પાર્ટીએ આ તમામ રાજ્યોના 11 ઈલેક્ટોરલ વોટ (electoral votes) પર કબજો જમાવ્યો હતો.
2016 કરતાં વધારે ઈલેક્ટોરલ વોટથી જીત
એરિઝનાને રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. વર્ષે 2020માં એરિઝોનામાં જીત હાંસલ કરનારા બાઇડેને 70 વર્ષમાં બીજા ડેમોક્રેટ નેતા હતા. હવે 2024માં ફરી એકવખત રિપબ્લિકન પાર્ટીએ પોતાના ગઢ બચાવવામાં સફળતા મેળવી હતી. ટ્રમ્પ સામે અનેક મામલા ચાલી રહ્યા છે. તેમ છતાં 2016ની તુલનામાં વધારે ઈલેક્ટોરલ વોટથી રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી. લેટેસ્ટ આંકડા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીમાં 312 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે, જે વાઇટ હાઉસની દોડ જીતવા માટે જરૂરી 270થી ઘણા વધારે છે. વર્ષે 2016ની ચૂંટણીમાં ટ્રમ્પને 304 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.
તમામ સ્વિંગ સ્ટેટમાં જીત
જોર્જિયા, પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન જેવા સ્વિંગ સ્ટેટ સહિત 50થી વધારે રાજ્યોમાં ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ સ્ટેટમાં ગત ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને વોટ મળ્યા હતા. ટ્રમ્પે સ્વિંગ સ્ટેટમાં ઉત્તર કેરોલિના અને નેવાડામાં જીત હાંસલ કરી હતી. કમલા હેરિસને અત્યાર સુધીમાં 226 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ટ્રમ્પની જીત બાદ સતત ચોથી વખત વ્હાઇટ હાઉસમાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીએ વારાફરતી કબજો મેળવ્યો છે. 19મી સદીના ઉત્તરાર્ધ બાદ પ્રથમ વખત અમેરિકન મતદાતાએ દર ચાર વર્ષના કાર્યકાળ બાદ બીજી પાર્ટીને સત્તા સોંપી છે.
આ પણ વાંચો…..ભાજપે મહારાષ્ટ્રની જનતાને આપ્યા 25 મોટા વચનો, જાણો તમારા માટે શું છે ખાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ત્રણ પ્રકારના રાજ્યો કરે છે નક્કી
રેડ સ્ટેટ્સઃ રિપબ્લિકન પાર્ટી 1980થી જીતી રહી છે
બ્લૂ સ્ટેટ્સઃ 1992થી ડેમોક્રેટ્સનું વર્ચસ્વ છે
સ્વિંગ સ્ટેટઃ સમગ્ર રીત અલગ પરિણામ આપે છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સમાં કાંટાની ટક્કર હોય છે. આ રાજ્યો રાષ્ટ્રપતિ કોણ બનશે તે નક્કી કરે છે.