Donald Trump પર ક્યાંથી કરવામાં આવ્યો હુમલો ? પ્રત્યક્ષદર્શીએ કહ્યું ….

પેન્સિલવેનિયા: પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી 2024 પહેલા એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ગોળીબાર કરનાર ભાગી છૂટ્યો હતો. હુમલા બાદ હુમલાખોરોએ સુરક્ષા ઘેરો બનાવીને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિને સ્ટેજ પરથી હટાવ્યા હતા. 1981માં રોનાલ્ડ રીગનની હત્યા બાદ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યાના પ્રયાસની આ પ્રથમ ઘટના છે.
ટ્રમ્પ પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ છે. આ હુમલા પાછળ શો હેતુ હતો તે હજુ સુધી FBI શોધી શકી નથી. ગોળીબાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના કાનના ઉપરના ભાગમાંથી લોહી નીકળી રહ્યું હતું. ટ્રમ્પને ગોળી વાગી હતી કે સુરક્ષા એજન્સીના જવાનોએ તેમને રક્ષણ આપવા જમીન તરફ ખેંચી લીધા ત્યારે કોઇ ઇજા પહોંચી તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઈ નથી.
સિક્રેટ સર્વિસના કર્મચારીએ કર્યો ઠાર :
અમેરિકન મતદાર નોંધણીના રેકોર્ડ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર શૂટર રિપબ્લિકન પાર્ટીનો સમર્થક હોવાની વિગતો સામે આવી છે. FBI દ્વારા હુમલો કરનારની ઓળખ બેથેલ પાર્ક, પેન્સિલવેનિયાના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે કરવામાં આવી છે. તેની પાસે રાઈફલ હતી જેનાથી તેણે ગોળીબાર કર્યો હતો. આ બાદ સિક્રેટ સર્વિસના કર્મચારીએ જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો.
એક મીડિયા ચેનલના અહેવાલ અનુસાર, પ્રત્યક્ષદર્શી રહેલા બેન મેકર નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે આ યુવકને એક છત પરથી બીજી છત પર જતાં જોયો હતો. મેકરે જણાવ્યું હતું કે હુમલો કરનાર એક ઈમારની છત પર હતો અને તેણે એક અધિકારીને જણાવ્યું હતું કે ટ્રમ્પ પોતાના સમર્થકોને જે સ્થળ પરથી સંબોધિત કરી રહ્યા હતા તે સ્થળથી માત્ર 200 થી 250 ફૂટના અંતરે તે યુવક હતો.
અમેરિકી મીડિયાના અહેવાલ અનુસાર, આ ઘટના બાદ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર પ્રબંધક સુસી વિલ્સ અને ક્રિસ લાસિવિટાએ કહ્યું કે તેમની સુરક્ષા માટે વધારાના પગલાં લેવામાં આવશે. બંને મેનેજરે અધિકારીઓને પત્રમાં જણાવ્યું હતું કે તેઓ હુમલાથી ભયભીત છે. સંચાલકોએ કહ્યું કે તેઓને આશા છે કે આ ભયાનક કૃત્ય અમારી ટીમને અને હકીકતે સમગ્ર રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધશે અને આપણા દેશની સુરક્ષા અને શાંતિ માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃ સ્પષ્ટ કરવી જોઈએ.
Also Read –