ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ બે દેશોને આપી ચેતવણી

વોશિંગ્ટન : ભારતે રશિયા સાથે વેપાર કરતા અમેરિકાએ ભારે ટેરિફ ઝીંક્યો છે. જયારે તેની બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય બે દેશોને પણ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારે ટેરિફનો સામનો કરવા તૈયાર રહેવા ચેતવણી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોઈપણ દેશ જે રશિયા સાથે વેપાર કરશે તેને ખૂબ જ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમે તેમાં ઈરાનનો પણ સમાવેશ કરી શકીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અને રિપબ્લિકન સાંસદો રશિયા માટે કડક કાયદા પર આગળ વધી રહ્યા છે.
આપણ વાચો: આકરા ટેરિફનો પડ્યો અમેરિકાને જ માર: આટલી વસ્તુઓ પર ટ્રમ્પે લીધો ટેરિફ હટાવવાનો નિર્ણય
500 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર 50 ટકા ટેરિફ ઝીંક્યો છે. જે વિશ્વના અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફમાં સૌથી વધુ છે.જેમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી પર વધારાની 25 ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયેલા બિલમાં રશિયન ક્રુડ ઓઈલ ખરીદી અને વેચાણ પર 500 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે.
રશિયા પ્રતિબંધ કાયદો 2025 રજૂ કર્યો
આ દરખાસ્તને હાઉસ ફોરેન રિલેશન્સ કમિટીમાં લગભગ સર્વસંમતિથી સમર્થન મળ્યું. ગ્રેહામ અને કોંગ્રેસમેન રિચાર્ડ બ્લુમેન્થલે સંયુક્ત રીતે રશિયા પ્રતિબંધ કાયદો 2025 રજૂ કર્યો. જેનો ઉદેશ રશિયા યુક્રેન યુદ્વમાં રશિયાને યુદ્ધ ભંડોળ પૂરું પાડતા દેશો પર ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો છે.


