ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદવા ચીમકી ઉચ્ચારી; ગંભીર આરોપો પણ લગાવ્યા
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનવાની સાથે જ ટેરીફ વોર શરુ થવાની શક્યતા છે. ટ્રમ્પે તેના કાર્યકાળના પહેલા જ દિવસે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. હવે ટ્રમ્પે ચીન સામે પગલા ભરવાની ચીમકી (US Tariff on China) ઉચ્ચારી છે. ટ્રમ્પે ગઈ કાલે મગળવારે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવા વિચાર કરી રહી છે.
ટ્રમ્પે કહ્યું કે ચીન મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ (fentanyl) મોકલી રહ્યું છે કે નહીં એ તાપસ બાદ ચીન ટેરિફ લાદવાનો નિર્ણય લેવામાં આવશે.
શું છે ફેન્ટાનાઇલ:
ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં 50 ગણું વધુ પોટેન્ટ અને એડિક્ટીવ છે. ફેન્ટાનાઇલનો મેડીકલ ઉપયોગ પેઇન રીલીફ માટે માટે થાય. જોકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદે ફેન્ટાનાઇલનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. આ ડ્રગ્સને કારણે અમેરિકામાં લાખો લોકો માર્યા ગયા છે. ફેન્ટાનાઇલના ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો ચીનનો છે. ચીન મેક્સિકોને મેડીકલ યુઝ માટે ફેન્ટાનાઇલ મોકલે છે, પરંતુ અહેવાલો છે કે માફિયાઓ આ ડ્રગ્સ મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચાડે છે.
પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના જવાબ:
વ્હાઇટ ખાતે ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, “અમે ચીન પર 10% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ.”
ચીન ટેરીફ ગલાવવું એ અમેરિકાની વેપાર નીતિઓમાં આ એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. આ નિર્ણયની વૈશ્વિક બજાર અને અમેરિકા-ચીન સંબંધો પર ઊંડી અસર પડી શકે છે.
એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ 1 ફેબ્રુઆરીથી ચિન પર ટેરિફ લાગુ કરવાનું વિચારી રહ્યા છે. બીજા પ્રશ્નના જવાબમાં, ટ્રમ્પે કહ્યું કે ગયા અઠવાડિયે જ્યારે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી ત્યારે તેમણે ટેરિફ વિશે વધુ વાત કરી ન હતી.
જ્યારે ટ્રમ્પને શી જિનપિંગ સાથે મળીને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે હસ્તક્ષેપ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું કે ચીને આ સંદર્ભમાં વધુ વાત નથી કરી.