‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ

વોશિંગ્ટન ડીસી: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાભરના અર્થતંત્રને ભારે નુકશાન પહોંચ્યું છે. મોટાભાગના દેશો એવું ઈચ્છી રહ્યા છે કે આ બન્ને યુદ્ધ ઝડપથી ખતમ થાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને યુદ્ધ અંગે એક પછી એક ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે. એવામાં એક સંબોધન દરમિયાન ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધ અંગે પણ આગાહી (Donald Trump about Third Worldwar) કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી. પરંતુ, તેમના રાષ્ટ્રપતિ બનવાથી હવે ત્રીજું વિશ્વયુદ્ધ અટકી જશે. તેમની પાસે વિશ્વયુદ્ધ રોકવાની યોજના છે.
‘શાંતિ સ્થાપવા પ્રયાસ…’
માયામીમાં એક સભાને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોનો નિવેડો લાવવા અને વિશ્વમાં ફરી શાંતિ સ્થાપિત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. અમે નથી ઇચ્છતા કે યુદ્ધને કારણે વધુ લોકો મૃત્યુ પામે. જો આપણે મધ્ય પૂર્વ અને યુક્રેનમાં થયેલા મૃત્યુ પર નજર કરીએ તો તમે સમજી શકાય છે કે આપણે ત્રીજા વિશ્વયુદ્ધથી બહુ દૂર નથી.”
Also read: સ્ટીલ-એલ્યુમિનિયમ પર ટેરિફઃ ઓસ્ટ્રેલિયાને રાહત આપી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ…
બઈડેન નિષફળ રહ્યા!
ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેની ટીકા કરી,તેમણે કહ્યું, “જો બાઈડેન વધુ એક વર્ષ શાસન કર્યું હોત તો ત્રીજું વિશ્વયુદ્ધ શરુ થઇ ગયું હોત, પણ હવે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું, તો આવું નહીં થવા દઉં.” યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા અમેરિકન અને રશિયન પ્રતિનિધિઓને આવકારવા ટ્રમ્પે સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો અને બંને પક્ષો વચ્ચેની વાતચીતને શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવી.