ડોનાલ્ડ ટ્રમ્પે Sunita Williams ના વાળના વખાણ કર્યા, કહ્યું જલ્દી પૃથ્વી પર લવાશે…

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore)ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ગયા વર્ષે જૂનથી અવકાશમાં ફસાયેલા છે. તેમજ તે થોડા સમયમાં પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બે અવકાશયાત્રીઓને ફરી આશ્વાસન આપ્યું છે કે તેમણે સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે. જોકે, ટ્રમ્પે આ દરમિયાન ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું.
Also read : ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે અવકાશમાં ફસાયેલા બે અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે ઇલોન મસ્ક પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું કે સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન ગયા વર્ષે સપ્ટેમ્બરથી અવકાશ સ્ટેશન પર છે અને અવકાશયાત્રીઓને પાછા લાવશે. ટ્રમ્પે કહ્યું કે મેં એક અઠવાડિયા પહેલા એલોન મસ્કને તેમને પાછા લાવવા કહ્યું હતું. માહિતી મુજબ 19 માર્ચના રોજ તેવો પરત ફરી શકે છે.
સુનિતા વિલિયમ્સના વાળ સારા અને મજબૂત
જોકે, આ દરમિયાન ટ્રમ્પે મજાકમાં કહ્યું, મને આશા છે કે તે બંને એકબીજાને પસંદ કરશે. તેમને અવકાશમાં છોડી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે સુનિતા વિલિયમ્સના વાળ વિશે કહ્યું કે તેમના વાળ સારા અને મજબૂત છે.
અવકાશયાત્રીઓને પાછા લાવવાના પ્રયાસો તેજ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવાની જવાબદારી સોંપી હતી. તેમણે મસ્કને બંને અવકાશયાત્રીઓને શક્ય તેટલી વહેલી તકે પૃથ્વી પર પાછા લાવવા કહ્યું હતું. જોકે, ટ્રમ્પના નિવેદન પછી નાસાએ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
Also read : અમેરિકા આ તારીખથી ભારત પર રેસીપ્રોકલ ટેરિફ લાદશે, ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત…
નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં
સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા હતા. તે એક અઠવાડિયા પછી પરત ફરવાના હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં સમસ્યાને કારણે તે ત્યાં જ અટવાઈ ગઈ. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગ અને નાસાના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અવકાશમાં ગયા હતા.