US Presidential Result Live: જાણો .. અમેરિકામાં સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ કોણ આગળ

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(US Presidential Result Live)માટે મતદાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ દરમિયાન જ્યાં મતદાન થયું છે તેવા ઘણા રાજ્યોમાંથી પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ 210થી વધુ સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ 112 સીટો પર આગળ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિંગ સ્ટેટ્સમાં આગળ
મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકાના સાત રાજ્યો પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિનાને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે. તાજેતરના સર્વે અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનમાં આગળ છે. જ્યારે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ મિશિગન અને એરિઝોનામાં આગળ છે. નેવાડાના પરિણામ હજુ આવ્યા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પ 20 અને કમલા હેરિસ 11 રાજ્યોમાં આગળ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી 20 રાજ્યોમાં જીત તરફ અગ્રેસર કછે. જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ 11 રાજ્યો જીતવા તરફ આગળ વધી રહી છે.
રાજા કૃષ્ણમૂર્તિ ફરી જીત્યા
ડેમોક્રેટિક પાર્ટીના નેતા રાજા કૃષ્ણમૂર્તિ ફરી એકવાર ઇલિનોઇસથી જીત્યા. કૃષ્ણમૂર્તિ પ્રથમ વખત 2016માં કોંગ્રેસ (યુએસ સંસદ) માટે ચૂંટાયા હતા. ડેમોક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તિએ 8મી કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઑફ ઇલિનોઇસમાંથી યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી ચૂંટણી જીતી છે.