Donald Trumpએ McDonald માં ફ્રેંચ ફ્રાઈઝ બનાવી, કમલા હેરીસ પર કયો કટાક્ષ

પેન્સિલવેનિયા: યુએસમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) 5મી નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, તેઓ એક જુદા જ અંદાજમાં જોવા મળ્યા હતાં. તેઓ પેન્સિલવેનિયાના મેકડોનાલ્ડ્સ(McDonald)માં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા જોવા મળ્યા હતાં. આ દરમિયાન તેમણે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હેરિસ (Kamala Harris) પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું, મને અહીં કામ કરવાનું પણ ગમે છે, મેં કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું.
ચૂંટણી પ્રચારમાં કમલા હેરિસે કોલેજ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, તેઓ મિડલ ક્લાસ બેક ગ્રાઉન્ડમાંથી આવે છે, વોશિંગ્ટનની હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેઓ કેશ રજિસ્ટરમાં કામ કરતી હતી અને મેકડોનાલ્ડ્સમાં ફ્રાઈસ બનાવતા હતાં. હેરીસ પર કટાક્ષ કરવા માટે ટ્રંપ પેન્સિલવેનિયાના ફિસ્ટરવિલે-ટ્રેવોઝમાં મેકડોનાલ્ડ્સ ખાતે રોકાયા અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી ગ્રાહકોને સર્વ કરી હતી.
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. તેમણે કહ્યું કે મેકડોનાલ્ડ્સમાં કામ કરવું એ તેમના રેઝ્યૂમેનો એક મોટો ભાગ હતો. આ કામ કેટલું મુશ્કેલ હતું, હેરિસે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી અને કહ્યું કે તે ગરમીમાં બીમાર થઈ ગઈ છે. તેણે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું જ નથી.
ટ્રમ્પનો ફ્રાઈસ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તેઓ મેકડોનાલ્ડના કર્મચારીઓ સાથે વાત કરવાની સાથે સાથે ફ્રાઈસ પણ બનાવી રહ્યો છે. આ પછી તેમણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ફૂડ પણ સર્વ કર્યું. આ દરમિયાન, તેણે એક પરિવાર સાથે પણ વાત કરી અને તેમને કહ્યું કે આ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, કારણ કે હું પોતે તેના માટે ચૂકવણી કરીશ.
તેમણે કહ્યું “મેં હવે કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું છે.” બંને ઉમેદવારો 5 નવેમ્બરની ચૂંટણી પહેલા પેન્સિલવેનિયા પર ફોકાર કરી રહ્યા છે. બંનેએ અહીં તેમની ચૂંટણી ઝુંબેશને મજબૂત કરવા માટે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે. આ રાજ્યમાં હેરિસ અને ટ્રમ્પ વચ્ચે જોરદાર સ્પર્ધા છે.