Donald Trump Gets Relief in Hush Money Case
ઇન્ટરનેશનલ

શપથ લેતા પૂર્વે Donald Trump ને રાહતઃ સુપ્રીમ કોર્ટે આપ્યો સૌથી મોટો ચુકાદો…

ન્યૂ યોર્કઃ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસના તમામ 34 કેસમાં બિનશરતી નિર્દોષ જાહેર કર્યા છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે પોતાના સંબંધ છુપાવવા માટે તેમણે હશ મની આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : મ્યાનમાર સેનાએ દેશના જ ગામ પર કર્યો હવાઈ હુમલો; 40 લોકોના મૃત્યુના અહેવાલ

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં રાહત મળી છે. રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેતા પૂર્વે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સૌથી મોટી રાહત મળી છે. કોર્ટમાં આદેશ આપતા જજ મર્ચેને કહ્યું હતું કે આ કેસને ‘અસાધારણ’ જાહેર કરવામાં આવે છે. કિઈસ કેસમાં સૌથી મોટો વિરોધાભાસ છે.

આ કેસે મીડિયામાં લાઈમલાઈટમાં રહ્યો હતો, પરંતુ કોર્ટમાં આ કેસનું તથ્ય કંઈક અલગ જ છે. કોર્ટે નોંધ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પને “બિનશરતી ડિસ્ચાર્જ”ની સજા ફટકારી હતી, જેનો અર્થ થાય છે કે જેલ નહીં, પ્રોબેશન નહીં અને દંડ નહીં.

ચુકાદા અંગે ટ્રમ્પે જજને કહ્યું કે મારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ આદેશને લઈ હું તમારો આભાર માનું છું. અહીં એ જણાવવાનું કે ટ્રમ્પ વારંવાર એ દલીલનું પુનરાવર્તન કર્યું હતું, જે અગાઉ કહ્યું હતું. તેઓ નિરંતર તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

આ પણ વાંચો : હશમની કેસમાં રાહત માટે ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, વકીલોએ આપી આવી દલીલ

ટ્રમ્પ પર શું આરોપો હતા?

ડોનાલ્ડ ટ્રમ્પ પર 2016માં સ્કેન્ડલ વેચવા માટે એક એડલ્ટ સ્ટારને એક લાખ 30 હજાર ડોલર આપવાનો આરોપ લગાવ્યો હતો. આ એડલ્ટ સ્ટાર સાથેના સંબંધોને છુપાવવા માટે પૈસા આપ્યા હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે આજે કોર્ટની સુનાવણીમાં વીડિયો કોન્ફરન્સ મારફત ટ્રમ્પ હાજર રહ્યા હતા.

Back to top button