બ્રિટનથી પરત ફરતા ડોનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું…

લ્યુટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચેકર્સથી લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ માટે ઉડાન ભરવાના હતા.
પરંતુ હેલિકોપ્ટર મરીન વનનું લ્યુટન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના દરમિયાન ટ્રમ્પની સાથે મેલાનિયા ટ્રમ્પ પણ હતા.
હેલીકોપ્ટરમાં સામાન્ય હાઈડ્રોલિક સમસ્યા આવી
આ અંગે વ્હાઈટના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર લઈ જતા હેલીકોપ્ટરમાં સામાન્ય હાઈડ્રોલિક સમસ્યા આવી હતી. આ સમસ્યાના કારણે હેલીકોપ્ટરનું લ્યુટન એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને ઉતારવામાં આવ્યા હતા. જેની બાદ બીજા હેલીકોપ્ટરથી તેમને સ્ટેન્સ્ટેડ એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તે એર ફોર્સ વનમાં બેસીને સીધા વોશિંગ્ટન માટે રવાના થયા હતા.
વિજ્ઞાન અને ટેકનોલોજી પર મહત્વના કરાર પર હસ્તાક્ષર
જયારે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનની તેમની બીજી મુલાકાત દરમિયાન મળેલા ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો. હતો. ટ્રમ્પ અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે વિજ્ઞાન અને ટેકનોલોજી પર મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેની બંને પક્ષો દ્વારા પ્રશંસા કરવામાં આવી. આ બંને નેતાઓએ વૈશ્વિક બિઝનેસ લીડરો સાથે એક બેઠક પણ યોજી.
આ પણ વાંચો…અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે