દુનિયાને હચમચાવતા ટ્રમ્પ છ-આઠ મહિનાના મહેમાન? જાણો વ્હાઈટ હાઉસે શું કહ્યું…

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી શાસન સંભાળ્યું છે ત્યારથી એક યા બીજા કારણે તેઓ ચર્ચામાં રહે છે. છેલ્લા થોડા મહિનાથી દુનિયાભરના દેશો પર લદાયેલા બિઝનેસ ટેરિફ મામલે તેઓ સતત ચર્ચામાં છે ત્યારે અચાનક એક પોસ્ટ વાયરલ થવા લાગી છે.
જે તેમની બીમારી અને મોત અંગે છે. જોકે આ પહેવીવાર નથી કે તેમના મોતની આગાહીઓ થઈ હોય, પરંતુ આ વખતે આ વાયરલ પોસ્ટને વ્હાઈટ હાઉસે પણ ગંભીરતાથી લીધી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાયરલ થઈ છે. તેમાં એક ડોક્ટરે આગાહી કરી હતી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત છ થી આઠ મહિના જ જીવશે.
આ વીડિયોમાં દેખાતી વ્યક્તિએ કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર (CHF) અને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ઘણા લોકોએ ધ્યાન દોર્યું છે કે આ વીડિયોમાં વ્યક્તિ મેડિકલ ડૉક્ટર (MD) નથી પરંતુ એક ફિઝિકલ થેરાપિસ્ટ છે. જો કે, આ વીડિયોને કારણે ચર્ચામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય વિશેના આ દાવા કેટલા સાચા છે? તે જાણવું જરૂરી છે.
ટ્રમ્પને ક્રોનિક વેનિસ ઇનસફીશિયન્સી હોવાનું નિદાન થયું હતું, એક એવી સ્થિતિ જેના કારણે પગના નીચેના ભાગમાં સોજો આવે છે. વ્હાઇટ હાઉસના ડોકટરોએ આ સ્થિતિને સામાન્ય ગણાવી છે. ડોકટરો કહે છે કે તે ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય છે.
ટ્રમ્પની ઉંમર 79 વર્ષની છે અને તેમની ઉંમર પ્રમાણે તે એકદમ ફીટ છે. આ વીડિયો શેર કરનારે તેને ડોક્ટરેટ કર્યો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. આટલી મોટી પોસ્ટ પર બેસેલી વ્યક્તિની આ પ્રકારની અફવા ફેલાવવા બદલ લોકો રેડ ઈટની ટીકા કરી રહ્યા છે.
જોકે આ પહેલીવાર નથી કે કોઈ મોટી હસ્તી વિશે આ પ્રકારની વાતો ફેલાઈ હોય. ઘણા ઈન્ડિયન સેલિબ્રિટીને જીવતા પણ મારી નાખ્યા છે સોશિયલ મીડિયાએ. આથી આવી અફવાઓ નવી નથી.
આ પણ વાંચો…અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર કેટલો? જાણીને ચોંકી જશો!