ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ પ્રસ્તાવથી ઝેલેન્સકી નારાજ, યુરોપે પણ અસહમતિ વ્યકત કરી

વોશિંગ્ટન : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. તેમજ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટેના અમેરિકા સહિતના દેશોના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક વાર બંને દેશના રાષ્ટ્રપતિઓ સાથે બેઠક કરવામાં આવી છે.
પરંતુ તેનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. તેવા સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વારા રજુ કરાયેલા વિવાદાસ્પદ પ્રસ્તાવથી આક્રોશમાં છે. તેમજ યુરોપે પણ અંગે અસહમતિ વ્યકત કરી છે.
આપણ વાચો: રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં આવશે એક ટેબલ પર, ઝેલેન્સકીએ શાંતિ વાટાઘાટોના આપ્યા સંકેત
શાંતિ પ્રસ્તાવ અમેરિકા દ્વારા તૈયાર કરવામાં નથી આવ્યો
આ પ્રસ્તાવ લાગુ થાય તે પૂર્વે જ વિવાદ વકર્યો છે. તેમજ અમેરિકાના સેનેટરોએ તેની આકરી ટીકા કરી હતી. તેમજ એક સેનેટરે દાવો કર્યો હતો કે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબીયોએ વિવાદ બાદ સ્પષ્ટતા કરી હતી આ શાંતિ પ્રસ્તાવ અમેરિકા દ્વારા તૈયાર કરવામાં નથી આવ્યો.
આ શાંતિ પ્રસ્વાવ અમેરિકા અને રશિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં યુક્રેનને સામેલ કરવાના નથી આવ્યું. જેમાં અનેક વાર
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા નકારી કાઢવામાં આવેલી માંગણીઓનો સમાવેશ થાય છે. જેમ કે પૂર્વીય યુક્રેનના મોટા ભાગને પાછો ખેંચવો, નાટો સભ્યપદ પાછું ખેંચવું અને રશિયાને G8 માં ફરીથી દાખલ કરવું.
ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે યુક્રેન 28 નવેમ્બર સુધીમાં આ પ્રસ્તાવ સ્વીકારે. જો કે, સેનેટરોએ ચેતવણી આપી છે કે આ પ્રસ્તાવથી રશિયાની આક્રમકતા વધશે. તેમજ અન્ય દેશો ચીન અને ઉત્તર કોરિયાને પડોશી દેશો પર હુમલો કરવા પ્રોત્સાહન મળશે.
આપણ વાચો: રશિયા અને યુક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલી કરી, પ્રિયજનો વચ્ચે પહોંચતા જ આંખો છલકાઈ
આ શાંતિ પ્રસ્તાવ નથી લાગતો
જોકે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો યુરોપિયન દેશો અને યુક્રેનના નેતાઓ સાથે ચર્ચા માટે જીનીવાની યાત્રા કરી રહ્યા છે. તેમણે સાઉથ ડાકોટાના રિપબ્લિકન સેનેટર માઇક રાઉન્ડ્સ સાથેની તેમની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો. જયારે શાહીને ભારપૂર્વક જણાવ્યું આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય રશિયન પ્રસ્તાવ છે. રાઉન્ડ્સે કહ્યું કે આ શાંતિ પ્રસ્તાવ નથી લાગતો
વિવાદ વધુ તીવ્ર બન્યો
જયારે ટ્રમ્પ વહીવટીતંત્રે બ્લેકલિસ્ટેડ રશિયન અધિકારી સાથે ગુપ્ત બેઠક જાહેર કર્યા પછી વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે આ પ્રસ્તાવનું સ્વાગત કરતા કહ્યું કે તે અંતિમ શાંતિ કરારનો આધાર બની શકે છે. યુક્રેનના સાથીઓ રોષે ભરાયા છે અને નિષ્ણાતો માને છે કે આ યોજના યુક્રેનની સ્થાયી શાંતિને નબળી પાડશે.



