ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો પર નવા ટેરિફની કોઈ યોજના નહી

અલાસ્કા : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા અને બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જેમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો જેવા કે ચીન પર હાલ કોઈ ટેરિફ લગાવવાનું આયોજન નથી. પરંતુ ચેતવણી પણ આપી કે તે ત્રણ સપ્તાહ બાદ ફરી વાર આની પર વિચાર કરી શકે છે.
ભારત અને ચીન રશિયા પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો
આ ઉપરાંત નવા ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, આજે જે થયું છે તેના પરથી મને લાગે છે આના પર વધારે વિચારવાની જરૂર નથી. મને લાગે છે આ અંગે મારે આગામી બે ત્રણ મહિના બાદ વિચારવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદનાર દેશોના સંદર્ભમાં કરી છે. જેમાં હાલ ચીન અને ભારત બંને રશિયા પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો છે.
રશિયા પર દબાણ વધ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ભારત પર ભારે આયાત શુલ્ક લગાવવાના પગલે નિર્ણયથી રશિયાએ બેઠક માટેની ઈચ્છા જાહેર કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે મેં જયારે ભારતને કહ્યું કે અમે વધારાનો ટેરિફ વસુલ કરીશું. કારણ કે તમે રશિયા સાથે વેપાર કરો છો અને ક્રુડ ઓઈલ ખરીદો છે. જેના લીધે રશિયા પર દબાણ વધ્યું અને ત્યારે રશિયાએ ફોન કરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયે ટ્રમ્પના ટેરિફને અયોગ્ય ગણાવ્યો
જોકે, આ દરમિયાન ભારતે ક્રુડ ઓઈલ ખરીદી નીતિમાં કોઈ બદલાવ નથી કર્યો. ગુરુવાર ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશનના અધ્યક્ષ એએસ સાહનીએ કહ્યું કે રશિયાથી ઓઈલ આયાત પર કોઈ રોક લગાવવામાં આવી નથી. તેમજ ખરીદી ચાલુ રહેશે. જ્યારે વિદેશ મંત્રાલયે ટ્રમ્પના ટેરિફને અયોગ્ય ગણાવ્યો હતો. તેમજ ભારત કોઈ પણ સંજોગોના રાષ્ટ્રહિતને સર્વોપરી રાખશે.
આપણ વાંચો: જો ટ્રમ્પ 2022માં રાષ્ટ્રપતિ હોત તો…અલાસ્કાની બેઠકમાં પુતિને કરી મોટી વાત…