ઇન્ટરનેશનલ

શું ટ્રમ્પ કેનેડાને USનું રાજ્ય બનાવીને જ રહેશે? ટ્રુડોની જાહેરાત બાદ ટ્રમ્પે કર્યો દાવો

વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) 20મી જાન્યુઆરીથી પદભાર સંભાળશે, એ પહેલા ડોનાલ્ડ ટ્રંપ વિવિધ નિવેદનો આપી વિવાદમાં રહે છે. તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના (Justin Trudeau resigns) અંગે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપીને નવો વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કહ્યું કે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા તૈયાર છે.

કેનેડાના 53 વર્ષીય વડાપ્રધાન ટ્રુડોએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમની સત્તાધારી લિબરલ પાર્ટીની ઘટતી લોકપ્રિયતા અને આવનાર ચુંટણીને ધ્યાનમાં રાખીને તેમના પર પર રાજીનામું આપવા દબાણ વધી રહ્યું હતું.

ટેરીફમાંથી રાહત મળશે:
તેમના પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર ટ્રમ્પે કહ્યું કે, ‘કેનેડામાં ઘણા લોકોને USનું 51મું રાજ્ય બનવું ગમશે. યુ.એસ.ને હવે મોટા પાયે વેપાર ખાધ અને સબસિડી પરવડી શકશે નહીં, જેની કેનેડાને ખૂબ જ જરૂર છે. જસ્ટિન ટ્રુડો આ જાણતા હતા, તેથી તેમણે રાજીનામું આપ્યું. જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડાય છે, તો તેના પર કોઈ ટેરિફ લાગવવામાં નહીં આવે, મોટા પ્રમાણમાં ટેક્સ ઘટાડવામાં આવશે. સાથે કેનેડા રશિયા અને ચીનના જહાજો દ્વારા ઘેરાબંધીના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. જો આપણે જોડાઈ જઈશું તો આ દેશ કેવો મહાન હશે!!!’

Also read:Breaking News: કેનેડાના વડાપ્રધાન Justin Trudeau એ આખરે રાજીનામું આપ્યું…

ટ્રમ્પ કેટલા ગંભીર:
નોંધનીય છે કે ટ્રમ્પે આ વાત મજાકમાં કહી હતી, ટ્રુડોને ટ્રોલ કરવામાં માટે ટ્રમ્પે આવું કર્યું હતું. કેટલીક પોસ્ટમાં ટ્રમ્પે ટ્રુડોની મજાક પણ ઉડાવી હતી અને તેમને ‘ગ્રેટ સ્ટેટ ઓફ કેનેડાના ગવર્નર’ કહ્યા હતા. કેનેડા તરફથી ટ્રમ્પની ઓફર અંગે કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ટ્રમ્પની ધમકી:
ટ્રમ્પ અગાઉ કેનેડાને ધમકી આપી ચુક્યા છે કે જો કેનેડા તેની યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની સરહદે ગેરકાયદેસર ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે તો કેનેડિયન આયાત પર 25 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પ પાડોશી દેશો કેનેડા અને મેક્સિકો સાથેની વેપાર ખાધની ભારે ટીકા કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button