Trump નો ભારતમાં પણ છે કારોબાર, મુંબઈથી લઈ ગુરુગ્રામ સુધી ફેલાયેલું છે સામ્રાજ્ય…
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા છે. 78 વર્ષીય ટ્રમ્પ ન માત્ર રાજનીતિમાં મોટો ચહેરો છે પરંતુ એક સફળ બિઝનેસમેન પણ છે. ટ્રમ્પનો કારોબાર સમગ્ર વિશ્વમાં પથરાયેલો છે. તેમાં ભારત પણ સામેલ છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા મિસ્ટર પ્રેસીડેન્ટ, જાણો તેમના અંગત અને રાજકીય જીવનની સફર વિષે
અહીં મુંબઈ, પુણા, ગુરુગ્રામ અને કોલકાતા સહિત અનેક મોટા શહેરોમાં તેમનો બિઝનેસ છે.
ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટ્રમ્પ ફેમિલીએ મોટું રોકાણ કર્યું છે અને તમામ પ્રોજેક્ટ્સના નામ પણ ટ્રમ્પ પરથી જ છે. ટ્રમ્પને રિયલ એસ્ટેટનો બિઝનેસ વારસામાં મળ્યો હતો. ભારતના મુંબઈ, પુણે, કોલકાતા જેવા શહેરોમાં ટ્રમ્પ ટાવર જોવા મળશે. ટ્રમ્પની રિયલ એસ્ટેટ કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન, ભારતમાં લોઢા ગ્રુપ, પંચશીલ રિયલ્ટી, એમ3એમ, ટ્રિબેકા, યૂનિમાર્ક અને આઈરિયો સાથે મળીને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે અને ટ્રમ્પ પ્રોજેક્ટ્સની ઊંચી કિંમત હોવા છતાં તેની માંગ રહે છે.
આ પણ વાંચો : US Election Result : અબકી બાર ટ્રમ્પ સરકાર ! 248 ઈલેકટોરેલ વોટ મળ્યા, 7 સ્વિંગ સ્ટેટમાંથી 6માં આગળ
ગુરુગ્રામમાં ટ્રમ્પનું રોકાણઃ રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ છે, જેમાં ટ્રમ્પનું રોકાણ છે. જે ગુરુગ્રામના સેક્ટર 65માં છે. ગુરુગ્રામમાં 50 માળની 2 ટ્રમ્પ ટાવર્સ છે. અહીંયા ફ્લેટની પ્રારંભિક કિંમત 4 કરોડ રૂપિયાથી વધારે છે.
કોલકાતામાં ટ્રમ્પ ટાવરઃ કોલકાતામાં ભારતીય કંપની યુનિમાર્ક ગ્રુપ, આરડીબી ગ્રુપ અને ટ્રિબેકા ડેવલપર્સના સહયોગથી ટ્રમ્પ ટાવર ઉભો કરવામાં આયો છે. આ ટાવરની છે. આ ટાવરની ઊંચાઈ 39 માળની છે. કોલકાતામાં ટ્રમ્પ ટાવરમાં ફ્લેટની કિંમત 3.75 કરોડ રૂપિયા છે.
મુંબઈમાં ટ્રમ્પ ટાવરઃ મુંબઈના વર્લી વિસ્તારમાં ટ્રમ્પ ટાવર છે. 700 એકરમાં ફેલાયેલા આ રહેણાંક ફ્લેટની કિંમત કરોડોમાં છે. વર્લીમાં 78 માળની ઈમારત છે. આ પ્રોજેક્ટને લોઢા ગ્રુપની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. તેની ખાસિયત પ્રાઇવેટ જેટ સર્વિસ અને ટ્રમ્પ કાર્ડ છે. અહીંયાના ફ્લેટની પ્રારંભિક કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે.
પુણેમાં ટ્રમ્પ ટાવર: પંચશીલ રિયલ્ટીના સહયોગથી પુણેમાં ટ્રમ્પ ટાવર્સને બનાવાયો છે. પુણેમાં ટ્રમ્પ ટાવરના નામની બે 23 માળની ઈમારત છે. ટ્રમપ ટાવરમાં એક ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયાથી વધારે છે.
ભારતમાં પ્રથમ વખત ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને વર્ષ 2013માં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ ભારતના અનેક મોટા શહેરોમાં ફેલાવ્યો હતો. ટ્રમ્પની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ભારતીય કંપનીઓ સાથે મળીને 5 લકઝરી રેસિડેન્સિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કરી ચૂકી છે.