ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જરુર પડશે તો ઇરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરશે

ન્યુયોર્ક : ઇઝરાયલ ઈરાન યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો. ત્યારથી ટ્રમ્પ તેમના વિરોધીઓનું નિશાન બન્યા છે. તેમજ હાલમાં ઈરાનને પરમાણુ કાર્યક્રમ માટે નાણાંકીય સહાય આપવાની ચર્ચા વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન આવ્યું છે. જેમાં આ અંગે યુએસ સેનેટમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર આગળ વધતા અટકાવવા માટે સેનેટમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીનો પ્રયાસ શુક્રવારે નિષ્ફળ રહ્યો હતો. તેમજ ટ્રમ્પે કહ્યું કે જરુર પડશે અમેરિકા ફરીથી ઇરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરશે.

ટ્રમ્પે કોંગ્રેસ પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી

ઇરાનના પરમાણુ સ્થળ પર અમેરિકાના હુમલા પછી પોતાની યુદ્ધ શક્તિઓને ફરીથી સ્થાપિત કરવાના કોંગ્રેસના પ્રથમ પ્રયાસ તરીકે રિપબ્લિકન પાર્ટીએ ઠરાવનો વિરોધ કર્યો હતો. વર્જિનિયાના સેનેટર ટિમ કેન દ્વારા લખાયેલ આ ઠરાવનો હેતુ એ પુષ્ટિ કરવાનો હતો કે ટ્રમ્પે ઈરાન સામે વધુ લશ્કરી કાર્યવાહી શરૂ કરતા પહેલા કોંગ્રેસ પાસેથી પરવાનગી લેવી જોઈએ.

ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી હુમલો કરશે

શુક્રવારે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ જરૂર પડ્યે ઈરાનના પરમાણુ સ્થળ પર ફરીથી હુમલો કરશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હા ચોક્કસ કરશે. સેનેટમાં આ ઠરાવને લાંબા ગાળાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ઈરાન એક મોટો ખતરો

રિપબ્લિકન પાસે સેનેટમાં 53-47 બહુમતી છે. તેઓ ઈરાન પર હુમલો કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉભા છે. મોટાભાગના લોકો કહે છે કે ઈરાન એક મોટો ખતરો છે. આ માટે ટ્રમ્પ તરફથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે કોંગ્રેસની મંજૂરી લીધા વિના ગયા અઠવાડિયે ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવાના તેમના નિર્ણયને પણ સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો…યુદ્ધવિરામ પછી ખામેનીનો હુંકાર: ઇઝરાયલ અને અમેરિકા પર વિજય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button