ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન | મુંબઈ સમાચાર

ઇરાનમાં સત્તા પરિવર્તન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું મેક ઇરાન ગ્રેટ અગેઇન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તન અંગે મોટું નિવેદન આપ્યું છે. ઇરાનમાં પરમાણુ સ્થળો પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો વર્તમાન ઈરાની શાસન ઈરાનને ફરીથી મહાન બનાવવામાં અસમર્થ છે, તો શા માટે શાસન પરિવર્તન ન થાય ? મેક ઇરાન ગ્રેટ અગેઇન. અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા બાદ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇઝરાયલી સેનાનો અમેરિકા સાથે કામ કરવા બદલ આભાર માન્યો. તેમજ ટ્રમ્પે હવે ખામેનીને સત્તા પરથી દૂર કરવાનો સંકેત આપ્યો છે.

અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ છે. અમેરિકાએ B2 બોમ્બર દ્વારા ઈરાન પર હુમલો કર્યો. આ પછી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની સેનાની પ્રશંસા કરી. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પર હુમલો કર્યો હતો. જેનો હેતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાનો છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ 13 જૂને શરૂ થયું

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો યુદ્ધ 13 જૂને શરૂ થયું છે. ઈઝરાયલે અચાનક ઈરાન પર હુમલો કર્યો. ઈઝરાયલી અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ હુમલો તેહરાનને પરમાણુ શસ્ત્રોને મેળવતા અટકાવવા માટે કરવામાં આવ્યો હતો. આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં તણાવ વધાર્યો છે. જે ઓક્ટોબર 2023 થી ગાઝામાં ઈઝરાયલના લાંબા યુદ્ધ પછી પહેલાથી જ તેની ચરમસીમા પર છે.

આ પણ વાંચો…અમેરિકાના હુમલા બાદ રશિયાએ કર્યો મોટો દાવો, અનેક દેશ ઇરાનને પરમાણુ હથિયાર આપવા તૈયાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button