ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, ઇઝરાયલ હમાસ સંઘર્ષ શાંત કરવા કરારની નજીક

વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગાઝામાંથી હમાસને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની ઇઝરાયલના વડાપ્ર્ધાન નેતન્યાહૂની જાહેરાત વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે.
જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે અમેરિકા ગાઝામાં સંઘર્ષને શાંત કરવા માટે એક કરારની ખૂબ નજીક છે. તેમણે કહ્યું હતું કે આ એક એવો કરાર હશે જે ગાઝામાં બંધકોની મુક્તિની સાથે યુદ્ધનો અંત લાવશે.
ગાઝા માટે એક કરારની ખૂબ નજીક
ડોનાલ્ડ ટ્રમ્પે રાયડર કપ માટે રવાના થતાં વ્હાઇટ હાઉસની લોનમાં પત્રકારો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મને લાગે છે કે ગાઝા માટે એક કરારની ખૂબ નજીક છીએ. જોકે ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધનો અંત લાવવા કરાર નજીક છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામો સામે આવ્યા નથી.
ઇઝરાયલ સૈન્યએ ગાઝામાં અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું
આ ઉપરાંત ટ્રમ્પે થોડા અઠવાડિયા પહેલા આવો જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગાઝા પર આપણે ખૂબ જ ટૂંક સમયમાં એક કરાર કરીશું. જોકે, હજુ સુધી આવું થયું નથી અને ઇઝરાયલ સૈન્યએ ગાઝામાં તેના અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી આવા જ નિવેદનો આપ્યા છે. પરંતુ હજુ કોઈ નક્કર પુરાવા કે પરિણામો મળ્યા નથી.
આ પણ વાંચો…નેતન્યાહૂને ધરપકડનો ડર! ન્યૂયોર્ક જવા માટે નેતન્યાહૂના વિમાને યુરોપનું એરસ્પેસ ટાળ્યું