ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર જમીની હુમલો કરવાની જાહેરાત કરી

વોશિંગ્ટન : વિશ્વમાં આઠ યુદ્ધને સમાપ્ત કરાવ્યા હોવાનો દાવો કરનારા અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ જ યુદ્ધમાં કૂદયા છે. છેલ્લા બે મહિનાથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વચ્ચે ટ્રમ્પે હવે વેનેઝુએલા પર જમીની હુમલો કરવાની જાહેરાત કરી છે. જોકે તેમણે કોઈ તારીખ સ્પષ્ટ કરી નથી.
આ અંગે ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં જમીની હુમલા શરૂ થઈ રહ્યા છે. તેમણે જાહેરાતમાં કહ્યું કે અમેરિકા વેનેઝુએલામાં સમુદ્રથી જમીન સુધી તેની લશ્કરી કાર્યવાહીનો વિસ્તાર કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું અમે જળ માર્ગે આવતા 96 ટકા ડ્રગ્સ અટકાવી દીધા છે. તેમજ દરેક બોટને ઉડાવી દેવામાં આવે છે. હવે અમે જમીન પર કાર્યવાહી શરુ કરવા જઈ રહ્યા છીએ.
વેનેઝુએલાની ડ્રગ બોટ પર 20 થી વધુ હુમલા
અમેરિકામાં કરવામાં આવતી ડ્રગ્સની દાણચોરીને રોકવા અમેરિકાએ સપ્ટેમ્બર માસથી કેરેબિયન સમુદ્રમાં કથિત વેનેઝુએલાની ડ્રગ બોટ પર 20 થી વધુ હુમલા કર્યા છે. જેમાં ઓછામાં ઓછા 87 લોકો માર્યા ગયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ખાસ દળોએ વેનેઝુએલાના દરિયાકાંઠે એક મોટું તેલ ટેન્કર કબજે કર્યું હતું. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ વાતનો સંકેત આપી રહ્યા છે. તેમજ કહી રહ્યા છે કે માદુરો ખુબ ઓછા દિવસ માટે છે અને અમે જાણીએ છીએ કે ખરાબ લોકો ક્યાં રહે છે.
વ્હાઇટ હાઉસે ટ્રમ્પના નિવેદનની પુષ્ટિ નથી કરી
જોકે, વ્હાઇટ હાઉસે હજુ સુધી ટ્રમ્પના નિવેદનની પુષ્ટિ કરતી ઔપચારિક પ્રેસ રિલીઝ જાહેર નથી કરી. ત્યારે ટ્રમ્પના નિવેદનને ઘણા વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા ટાંકવામાં આવ્યું છે. આ ડ્રગ્સની દાણચોરી વિરુદ્ધ અમેરિકાના ચાલી રહેલા કડક પગલાંનો એક ભાગ છે. જે મુખ્યત્વે વેનેઝુએલા પર કેન્દ્રિત છે. જોકે ટ્રમ્પે જણાવ્યું હતું કે જમીની હુમલાઓ ફક્ત વેનેઝુએલા સુધી મર્યાદિત રહેશે.
આ પણ વાંચો…સાંસદોએ જ કર્યો ભારત પર લાદેલા ટેરિફનો વિરોધ, રદ કરવાની માગ



