ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇરાન ઈઝરાયલ યુદ્ધને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત

ન્યુયોર્ક : ઇરાને કતારમાં અમેરિકાના એરબેસ પર કરેલા મિસાઇલ હુમલા બાદ મોટા સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત અંગે ઈરાન કે ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો આ પ્રસ્તાવિત યુદ્ધવિરામ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવી શકે છે.

આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે યુદ્ધવિરામની પૃષ્ઠભૂમિમાં કેટલાક રાજદ્વારી પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જોકે. 12 દિવસ પછી અમેરિકાના રાષ્ટ્રપતિએ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર યુદ્ધવિરામ કરાર તરફ પહેલ કરી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીને ટાંકીને આ માહિતી પ્રકાશમાં આવી છે.

બધું યોજના મુજબ ચાલે છે

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને લખ્યું, જો બધું યોજના મુજબ ચાલે છે અને મને લાગે છે કે તે થશે તો હું ઈરાન અને ઇઝરાયલ બંનેને આ 12 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા માટે હિંમત અને દૃઢ નિશ્ચય દર્શાવવા બદલ અભિનંદન આપું છું.

કુલ 24 કલાક પછી આ યુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત માનવામાં આવશે

ટ્રમ્પે માહિતી આપી કે બંને દેશો લગભગ 6 કલાક પછી તેમના વર્તમાન લશ્કરી કાર્યવાહીનો અંત લાવશે અને પછી 12 કલાક માટે યુદ્ધવિરામ શરૂ થશે. તેમણે કહ્યું કે પહેલા ઈરાન યુદ્ધવિરામ શરૂ કરશે અને પછી ઇઝરાયલ 12 કલાક પછી તે જ કરશે. કુલ 24 કલાક પછી આ યુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત માનવામાં આવશે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન બંને દેશો શાંતિપૂર્ણ અને આદરપૂર્વક વર્તન કરશે.

આ પણ વાંચો…ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: રશિયા ઈરાનની પડખે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button