ઈલોન મસ્ક એપસ્ટેઈનના સેક્સ સ્કેમમાં સામેલ હોવાનો ટ્રમ્પ તંત્રનો દાવો, મસ્કે શું આપ્યો જવાબ ?

વોશિંગ્ટન : બિલ ગેટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના સાથી સ્ટીવ બેનન જેવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ સાથે અત્યંત વિવાદાસ્પદ જેફરી એપસ્ટેઇન સેક્સ સ્કેમમાં અબજોપતિ ઈલોન મસ્કનું નામ પણ સામેલ થયું છે. જેમાં ડેમોક્રેટિક સાંસદો દ્વારા બહાર પાડવામાં આવેલા છ પાનાના દસ્તાવેજમાં 6 ડિસેમ્બર 2014 ના રોજ ટેસ્લાના સીઈઓએ યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં એપ્સટાઇનના ટાપુની યાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં ઘણી મહિલાઓએ કહ્યું હતું કે એપ્સટાઇનએ તેમનું શોષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મસ્કના નામની બાજુમાં એક નોંધમાં લખ્યું હતું, “શું આ હજુ પણ થઈ રહ્યું છે?” દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે મસ્કે આ યાત્રા કરી હતી કે નહીં.
ઈલોન મસ્કે આ દાવાઓને નકારી કાઢ્યા
જોકે, ઈલોન મસ્કે આ દાવાઓને નકારી કાઢ્યા છે.આ ઉપરાંત ડેમોક્રેટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્સટાઇનના કેલેન્ડરની નકલોમાં 16 ફેબ્રુઆરી, 2019 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી સ્ટીવ બેનન સાથે નાસ્તો કરવાની યોજના પણ દર્શાવવામાં આવી હતી.આ દસ્તાવેજોમાં 5 ડિસેમ્બર, 2014 ના રોજ બિલ ગેટ્સ સાથે સંભવિત નાસ્તોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ડેમોક્રેટિક સાંસદોએ ન્યાય વિભાગને તેની તપાસ સંબંધિત બધી એપ્સટાઇન ફાઇલો જાહેર કરવાની પણ માંગ કરી છે. જેને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે નકારી કાઢી છે અને કહ્યું છે કે કોઈ કસ્ટમર લીસ્ટ નથી.
ટ્રમ્પે એપ્સટાઇનને જન્મદિવસની નોંધ લખી હોવાનો આરોપ
આ ઉપરાંત વર્ષ 2003 માં ટ્રમ્પે એપ્સટાઇનને જન્મદિવસની નોંધ લખી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી મસ્ક ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી રહ્યા છે. હવે કાઢી નાખવામાં આવેલી પોસ્ટમાં, એલને દાવો કર્યો હતો કે ટ્રમ્પનું નામ એપ્સટાઇન ફાઇલોમાં હતું જેનો અર્થ એ છે કે આ જ કારણ હતું કે દસ્તાવેજો હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…ટ્રમ્પની ચેતવણી બાદ ઈલોન મસ્ક નરમ પડ્યા! કહ્યું, ‘મને ખેદ છે કે…’