ઇન્ટરનેશનલમનોરંજન

‘જો ઈવાંકા મારી પુત્રી ન હોત તો હું તેની સાથે ડેટ કરતો હોત’, ટ્રમ્પનું જૂનું નિવેદન ફરી ચર્ચામાં…

Ivanka Trump: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં (US presidential election results) ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત થઈ છે ત્યારથી તેઓ ઘણા ચર્ચામાં છે. હાલ તેમની સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ટ્રમ્પ તેના ફની અંદાજ માટે જાણીતા છે અને ઘણી વખત ખુલીને બોલે છે. એક વખત તેમણે ઈવાંકા ટ્રમ્પને લઈને કરેલી વાત હાલ ચર્ચામાં છે. ચૂંટણી જીત્યા બાદ તેમનો આ વીડિયો ફરી ટ્રેન્ડમાં આવ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે

એક રિપોર્ટ પ્રમાણે, 1997માં જ્યારે ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પ 16 વર્ષની હતી અને મિસ ટીન યુએસએ કોમ્પિટિશન હૉસ્ટ કરતી હતી તે સમયે ત્યાં હાજર મિસ યુનિવર્સે ટ્રમ્પને પૂછ્યું હતું કે શું તમને લાગે છે કે તમારી પુત્રી હૉટ છે? તે હૉટ છે ને.. આ ઉપરાંત ઈવાંકા ચૂંટણીમાં એડવાઇઝર હતી અને ચૂંટણી પ્રચારમાં પણ તેના પિતાની સાથે જ રહેતી હતી. તે સમયે તેણે તેના પિતા માટે કહ્યું હતું કે, તે આપણા તમામ માટે રાત-દિવસ લડતી રહે છે.

આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પની જીતથી યુરોપમાં ગભરાટ; જર્મની અને ફ્રાન્સે ચિંતા વ્યક્ત કરી

પુત્રીની પ્રશંસામાં કહ્યા હતા આ શબ્દ

રિપોર્ટ અનુસાર હાવર્ડ સ્ટર્ન શોમાં એક ઈન્ટરવ્યૂના સમયે ડોનાલ્ડ ટ્રમ્પે તેની પુત્રી માટે Voluptuou શબ્દ વાપર્યો હતો. જેનો મતલબ આકર્ષક થાય છે. તેમણે તેની પુત્રીને શાનદાર વ્યક્તિ ગણાવી હતી. એક વખત કહ્યું હતું કે, તેમની પુત્રી વિશ્વની તમામ રૂપસુંદરીઓમાંથી એક છે.

આ પણ વાંચો : ચૂંટણીમાં હાર બાદ કમલા હેરિસનું પહેલું નિવેદન, જો બાઈડેને પણ આપી પ્રતિક્રિયા

ટ્રમ્પ અવારનવાર તેમની પુત્રી ઈવાંકાની પ્રશંસા કરતાં નજરે પડે છે. એક વખત તેમણે કહ્યું હતું કે, તે 6 ફૂટ લાંબી છે. તેનું શરીર સુડોળ છે અને મૉડલિંગમાં ઘણા પૈસા કમાયા છે. 2006માં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેનું ફિગર સારું છે. જો તે મારી પુત્રી ન હોત તો હું તેની સાથે ડેટ કરતા. જોકે ટ્રમ્પે તેની પુત્રીની પ્રશંસા કરતી વખતે મજાકના અંદાજમાં આ વાત કરી હતી. ટ્રમ્પ તેના ફની અંદાજના કારણે ચર્ચામાં રહે છે. તેમજ ઘણી વખત તેમની પુત્રીની પ્રશંસા કરતા રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button