ઇન્ટરનેશનલ

General Election પહેલા ઇંગ્લેન્ડમાં ડોક્ટર હડતાળ પર ઉતર્યા

લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીને માત્ર એક અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ઇંગ્લેન્ડમાં હજારો ડોક્ટરો સરકાર સાથે પગાર અને કામકાજની સ્થિતિને લઇને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને પગલે ૧૧મી વખત હડતાળ (Doctors in England went on strike) પર ઉતર્યા છે.

જુનિયર ડોકટરોની પાંચ દિવસીય હડતાલ બ્રિટનની રાજ્ય-ભંડોળવાળી જાહેર આરોગ્ય પ્રણાલી અને લાંબા સમયથી ઓછા ભંડોળવાળી નેશનલ હેલ્થ સર્વિસ સંબંધિત મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે, જે ૪ જુલાઇના રોજ મતદાન કરવા જઇ રહેલા મતદારો માટે એક મુખ્ય ચિંતાનો વિષય છે. હોસ્પિટલ અને ક્લિનિક કેરની કરોડરજ્જુ સમાન જુનિયર ડોક્ટરો ૨૦૨૨ના અંતથી સરકાર સાથે પગાર અંગે વિવાદમાં છે. તેઓ ગત જાન્યુઆરીમાં છ દિવસ માટે હડતાળ પર ઉતર્યા હતા.

આ પણ વાંચો : Nepal માં Landslide અને ભારે વરસાદથી તબાહી, 14 લોકોના મોત અનેક લાપતા

તાજેતરની હડતાળ આજથી લઈને મંગળવાર સુધી ચાલશે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનનું ડોક્ટર યુનિયન કહે છે કે છેલ્લા ૧૫ વર્ષોમાં તેમના પગારમાં એક ચર્તુથાંશનો ઘટાડો થયો છે. તેઓએ પગારમાં ૩૫ ટકાનો વધારો કરવાની હાકલ કરી છે.

યુનિયન કહે છે કે નવા લાયકાત ધરાવતા ડોક્ટરો એક કલાકમાં લગભગ ૧૮ પાઉન્ડ(૧૯ ડોલર) કમાય છે. યુકેનું લઘુતમ વેતન માત્ર ૧૦ પાઉન્ડ પ્રતિ કલાક છે. જોકે પ્રથમ વર્ષ પછી પગારમાં ઝડપથી વધારો થાય છે.

યુનિયનમાં જુનિયર ડોક્ટર્સ કમિટીના ડેપ્યુટી ચેર ડો. સુમી મણિરાજન કહે છે કે ઓછા વેતનના પરિણામે યુવાન ડોક્ટરો એવા દેશોમાં જતા રહ્યા છે જેઓ વધુ સારા પગારની ઓફર કરે છે.

જ્યારે કન્ઝર્વેટિવ સરકાર કહે છે કે તેણે ગયા વર્ષે ડોક્ટરોના પગારમાં ૮.૧ થી ૧૦.૩ ટકા સુધીનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે તે ઉદાર સમાધાન હતું. મણિરાજને કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિવાદ વણઉકેલ્યો હોવા છતાં સરકારે ચૂંટણી કરવાનું પસંદ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો