મોદી મામલે રાહુલ ગાંધીને ઝાટકનારી આ અમેરિકન સિંગર વિશે આટલું જાણો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધો મામલે રોજ અહેવાલો છપાય છે. ખોટું બોલવા જાણીતા ટ્રમ્પ ભારત અને મોદી વિશે જુઠ્ઠાણા પણ ફેલાવે છે. આવા સમયે એક ફેમસ અમેરિકી સિંગર Mary Millben વડા પ્રધાનની વ્હારે આવી છેં. ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનું વેચાણ બંધ કરવા વગેરે મામલે વારંવાર નિવેદનો આપ્યા છે અને બદલ્યા છે. ટ્રમ્પના આ દાવાઓએ ભારતમાં રાજકીય તણાવ પણ વધાર્યો છે. ત્યારે મેરી મિલબેને વડા પ્રધાનના વખાણ કર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં પીએમ મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો હતો. મિલબેનએ રાહુલ ગાંધીની આ નિવેદન માટે આકરી ટીકા કરી છે. તેમણે ટ્રમ્પના દાવાઓને ખોટા કહ્યા છે અને મોદી ડરી નથી ગયા તેમ પણ જણાવ્યું છે.
જોકે અમે તમને મેરી વિશે એક અલગ જાણકારી આપવાના છીએ. જે લોકો અંગ્રેજી ગીતો નથી સાંભળતા તેમને જાણીને નવાઈ લાગશે કે મેરીએ ભારતીય ગીતો પણ ગાયા છે.
ખ્રિસ્તી પરિવારમાં જન્મેલી મેરી મિલબેન અમેરિકાના ઓક્લાહોમામાં ઉછરી છે. તેમની માતા પેન્ટેકોસ્ટલ સંગીત પાદરી તરીકે કામ કરતી હતી, આથી સંગીત તેને વારસામાં મળ્યું. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. જ્યોર્જ બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન, આ ચારેય સમક્ષ મિલબેને રાષ્ટ્રગીત ગાયું છે.
હવે વાત કરીએ ભારતીય ગીતોની તો 2020માં તેમે સ્વતંત્રતા દિવસ પર ભારતીય રાષ્ટ્રગીત ગાયું હતું અને તેમણે દિવાળી પર ઓમ જય જગદીશ હરે ગાયું હતું જે ભારતીયોને ખૂબ ગમ્યું. આ વિડિઓ અમેરિકા અને ભારતમાં લાખો લોકોએ જોયો. 2022 માં, મિલબેનને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પરફોર્મ કરવા માટે ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકામાં મોદીની મુલાકાત સમયે પણ તેમણે રાષ્ટ્રગીત ગાયું હતું.
આપણ વાંચો: ટ્રમ્પે મોદીની રાજકીય કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી? પાકિસ્તાનને કેમ ખોળે બેસાડ્યું?