ઇન્ટરનેશનલ

આ તમારી લડાઇ છે, એમાં અમને ઘસડશો નહિ: હમાસને કોણે રોકડું પરખાવ્યું?

ગાઝા: છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસના જંગમાં હવે હમાસને એક મોટો ફટકો પડ્યો છે. હમાસના દુ:ખદર્દમાં તેને સાથ આપનાર, તેને તમામ જરૂરી સહાય પૂરી પાડનાર ઇરાને સોઇ ઝાટકીને કહી દીધું છે કે ઇઝરાયલ સામેના યુદ્ધમાં તે હમાસ તરફથી સામેલ નહિ થાય.

ઇરાનના સુપ્રીમ લીડર Diplomatic meeting addressing Hamas involvementના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ખામનેઇએ સ્પષ્ટપણે સંભળાવી દીધું છે કે નવેમ્બરમાં જ્યારે હમાસના લીડર્સ અને તેમની વચ્ચે મુલાકાત થઇ હતી ત્યારે ઇઝરાયલ પરના હુમલાને લઇને અમને કોઇ ચેતવણી અપાઇ ન હતી. આથી હવે ઇરાન હમાસના પક્ષેથી આ યુદ્ધમાં ભાગ નહિ લે. જો કે ઇરાન હમાસને રાજકીય તથા નૈતિક સમર્થન આપવાનું ચાલું રાખશે પરંતુ તે યુદ્ધમાં સીધી રીતે હસ્તક્ષેપ નહિ કરે.

હમાસના ચીફ ઇસ્માયલ હાનિયા અને આયાતોલ્લાહ ખામનેઇ વચ્ચે 5 નવેમ્બરે મુલાકાત થઇ હતી જે ઘણી ચર્ચામાં રહી હતી. એ સમયે લેબેનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ પીછેહઠ કરી હતી. જો કે આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે હમાસના ચીફે ઇરાન પાસે હથિયારોની મદદ માટે હાથ લંબાવ્યા હતા.

યુદ્ધની લેટેસ્ટ અપડેટ જોઇએ તો ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પર હાલ સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણકે આ હોસ્પિટલમાં પેલેસ્ટાઇન-ગાઝાના હજારો ઇજાગ્રસ્ત નાગરિકોની વચ્ચે હમાસના લડવૈયાઓ છુપાયેલા છે. યુદ્ધને કારણે હોસ્પિટલમાં ન તો વીજળી છે અને ન તો ડૉક્ટરો પાસે સારવાર માટે જરૂરી મેડિકલ સંસાધનો. એવામાં અલ શિફા હોસ્પિટલમાં સેંકડો માસૂમ લોકો અત્યારે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. જો ઇઝરાયલ આ હોસ્પિટલ પર હુમલો કરે તો હોસ્પિટલના અનેક નિર્દોષ દર્દીઓ, તબીબો મોતને ભેટશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને આ અંગે ચિંતા વ્યક્ત કરતાં ઈઝરાયલને કહ્યું હતું કે અમે અલ શિફા હોસ્પિટલ સહિત કોઇપણ હોસ્પિટલને નિશાન બનતી કે નિર્દોષ લોકોને મરતા ન જોઇ શકીએ. ત્યારે ઇઝરાયલ હવે આ અંગે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button