લેન્ડિંગ વખતે પલટી ખાઈ ગયું વિમાન, 19 લોકો ઘાયલ

ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના બની છે. મિનિયાપોલિસથી આવી રહેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ બરફીલી જમીન પર લપસી ગઈ અને લેન્ડિંગ દરમિયાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. રાહતની વાત એ છે કે તમામ મુસાફરો અને ક્રો સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તાજેતરમાં ટોરોન્ટોમાં બરફનું તોફાન આવ્યું હતું,જેને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. ઘટના સ્થળના વીડિયોમાં મિત્શુબિશી CRJ-900LR બર્ફિલા ડામર પર ઊંધુ પડેલું દેખાય છે અને ઇમરજન્સી સેવા અધિકારીઓ તેના પર પાણી રેડી રહ્યા છે.
કેનેડાના ટોરોન્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો અકસ્માત થયો છે, જેમાં ડેલ્ટા એરલાઇન્સનું વિમાન લેન્ડિંગ દરમિયાન બર્ફીલી સપાટી પર લપસીને પલટી ગયું હતું. આ અકસ્માતમાં કુલ 19 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ વિમાન મિનિયાપોલિસથી ટોરોન્ટો આવી રહ્યું હતું, પરંતુ લેન્ડિંગ દરમિયાન ભારે હિમવર્ષાને કારણે તેનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને વિમાન ક્રેશ થયું હતું. ઘટના બાદ એરપોર્ટ ઈમરજન્સી ટીમો તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણોની તપાસ ચાલુ છે.
Also read: વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના; અમેરિકન એરલાઇન્સનું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું
મુસાફરોની હાલતઃ-
આ અકસ્માતમાં કુલ ૧૯ લોકો ઘાયલ થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર ચાલી રહી છે.
વિમાનમાં 76 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતાઃ-
ડેલ્ટા એરલાઇન્સની મિનિયાપોલિસથી ટોરેન્ટો જઈ રહેલી આ ફ્લાઈટમાં 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સવાર હતા. એરપોર્ટ વહીવટીતંત્રએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.