ઇન્ટરનેશનલસ્પોર્ટસ

Mike Tysonના ગાલ પર હારનો તમાચોઃ આ રીતે જેક પોલે જીતી મેચ

ટેક્સાસ: વિશ્વના મહાન બોક્સર માઈક ટાયસનની(Mike Tyson)હાર થઈ છે. જેમાં એક ઐતિહાસિક મેચમાં 27 વર્ષના બોક્સર જેક પોલે માઈક ટાયસનને હરાવીને મેચમાં વિજય મેળવ્યો છે. જેમાં જેક પોલ આ મેચ 78-74 થી જીતી લીધી હતી. જ્યારે સમગ્ર મેચ દરમ્યાન જએક પોલ માઇક ટાયસન પર હાવી રહ્યો હતો. તેણે મેચ દરમ્યાન ટાયસનને અનેક મુક્કા માર્યા હતા. જો કે જીત બાદ જેક પોલે ટાયસન સમક્ષ નમન કર્યું અને તેને સન્માન આપ્યું હતું.

માઈક ટાયસને જબરદસ્ત શરૂઆત કરી હતી

જો કે, મેચની શરૂઆતમાં 58 વર્ષના અનુભવી માઈક ટાયસને જબરદસ્ત શરૂઆત કરી હતી. પરંતુ, પોલે શરૂઆતના હુમલાને સહન કર્યા અને તેઓને થાકી જવા દીધા. પછી તેણે પોતાનો હુમલો શરૂ કર્યો અને અંત સુધી તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

જેક પોલ બીજા રાઉન્ડમાં આક્રમક રહ્યો

માઈક ટાયસને આક્રમક શરૂઆત કરી. પહેલા રાઉન્ડમાં તેણે પોલને ખૂણામાં ધકેલી દીધો અને અનેક મુક્કા માર્યા. પૌલે સુપ્રસિદ્ધ બોક્સરના મુક્કાઓનો હિંમતપૂર્વક સામનો કરવાનું ચાલુ રાખ્યું. પછી બીજો રાઉન્ડ શરૂ થયો જેમાં ટાયસને બે મુક્કા માર્યા. તેની બાદ જેક પોલે રિંગમાં આગળ વધવાનું શરૂ કર્યું અને યોજના મુજબ ટાયસન થાકી ગયા પછી તેણે મુક્કા માર્યા અને બીજા રાઉન્ડમાં સંપૂર્ણપણે આક્રમક રહ્યો. તેણે ટાયસન પર લેફ્ટ હુક્સની હેટ્રિક પણ ફટકારી હતી. ટાયસન ત્રીજા રાઉન્ડ અને ચોથા રાઉન્ડમાં ખૂબ જ રક્ષણાત્મક જોવા મળ્યો હતો.

કોને કેટલા રૂપિયા મળશે ?

રિપોર્ટ અનુસાર, જેક પોલને આ મેચ માટે 40 મિલિયન યુએસ ડોલર (337 કરોડ રૂપિયા) મળશે. જ્યારે હારી ગયા છતાં માઈક ટાયસનને 20 મિલિયન યુએસ ડોલર ( 168 કરોડ રૂપિયા) આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button