એસસીઓ સમિટમાં ડેવલોપમેન્ટ બેંક સ્થાપવાના નિર્ણયને મંજુરી, સામાજિક વિકાસને વેગ મળશે

બેઈજિંગ : ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે એસસીઓના સભ્ય દેશોએ ડેવલોપમેન્ટ બેંક સ્થાપવાનો નિર્ણય લીધો છે. જેમાં સભ્ય દેશો વચ્ચે 10 વર્ષથી ચાલી રહેલા પરામર્શ બાદ ચીન તરફથી બેંક સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નવી બેંક પ્રદેશની કાર્યક્ષમતા અને સામાજિક વિકાસને વેગ આપવામાં મદદરૂપ થશે.
ડેવલોપમેન્ટ બેંક સ્થાપવાનો પ્રસ્તાવ મુક્યો હતો
આ અંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે એસસીઓ આ મહત્વપૂર્ણ પ્રકિયા શરુ કરશે અને યુરો – એશિયાઈ ક્ષેત્રમાં એક બહુપક્ષીય મંચ હશે. આ માત્ર સભ્ય દેશો માટે જ નહી પરંતુ એશિયા માટે પણ ખુશીની બાબત છે. આ પૂર્વે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એસસીઓના સભ્યો દેશોને એક ડેવલોપમેન્ટ બેંકની રચના માટે ઝડપ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 10 દેશોના આ સમૂહની વધતી લોકપ્રિયતાને જોતા બેંકની રચના જરૂરી છે. ચીને બ્રિકસમાં નવ વિકાસ બેંક(NDB)અને એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંક( AIIB)ની જેમ જ ડેવલોપમેન્ટ બેંક સ્થાપવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
એસસીઓ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન
શાંઘાઈ સહયોગ સંગઠનમાં ભારત બીજો સૌથી મોટો શેરધારક છે. ચીન સ્થિત એનડીબી અને એઆઈઆઈબીને શરૂઆતમાં આઈએમએફ વર્લ્ડ બેંક અને એશિયાઈ વિકાસ બેંકની પ્રતિસ્પર્ધી માનવામાં આવતી હતી. જયારે હાલ તે
બેંકો સહ-ધિરાણ મોડેલ હેઠળ તેમની સાથે નજીકથી કામ કરી રહી છે. એસસીઓ વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન બની ગયું છે. જેમાં 26 દેશોનો સમાવેશ થાય છે.જેમાં 50 થી વધુ ક્ષેત્રોમાં સહયોગ છે અને સંયુક્ત આર્થિક ઉત્પાદન લગભગ 30,000 અબજ યુએસ ડોલર છે.
આપણ વાંચો: હુઝૂર આતે આતે બહોત દેર કર દીઃ ભારત-રશિયાની દોસ્તીથી ખફા ટ્રમ્પે હવે ભારત વિશે આમ કહ્યું