મોસ્કો આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 93 પર પહોચ્યો
મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં એક વિશાળ કોન્સર્ટ હોલમાં ધસી આવેલા હથિયારધારીઓના ગોળીબારમાં ઓછામાં ઓછા 93 લોકોના મૃત્યુ અને 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં હુમલાખોરોએ કોન્સર્ટ હોલમાં આગચંપી પણ કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીનના ચૂંટણીમાં ભવ્ય વિજય અને ફરી સત્તા સંભાળ્યાના એક દિવસ બાદ આ હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી. વડાપ્રધાના નરેન્દ્ર મોદીએ હુમલાને લઈ પોતાની સંવેદના દર્શાવી હતી. પીએમ મોદીએ શનિવારે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, અમે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નીંદા કરીએ છીએ. ભોગ બનનારાઓના પરિવારો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ સંઘર્ષના સમયે અમે રશિયા ફેડરેશનના લોકો અને તેની સરકાર સાથે ઉભા છીએ.
આ પણ વાંચો…
ISISએ લીધી મોસ્કો હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 60ના મોત અને 145 ઘાયલ
ચિની રાષ્ટ્રપતી શી જિનપિંગે પણ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચીન આ તમામ આતંકવાદને વખોડી કાઢે છે, અમે આ આતંકવાદી હુમલાની સખત નીંદા કરીએ છીએ અને રશિયાની સરકારના સહકારમાં છીએ જે હાલ તેમના રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે કાર્યશીલ છે. એક સોશ્યલ મીડિયા ચેનલ પર આપેલા નિવેદનમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.
આ પણ વાંચો…
Moscow Attack: અમેરિકાએ 15 દિવસ પહેલા આપી હતી ચેતાવણી, પછી કેમ પગલાં ન લેવાયા?
એક સ્થાનિક હેલ્થકેર મિનિસ્ટ્રીને ઉદ્દેશીને એક સમાચાર એજન્સિએ જણાવ્યું હતું કે, મોસ્કોમાં કોન્સર્ટમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ બાળકો પણ હતા. વ્લાદિમિર પુતિને હુમલાની થોડી ક જ મિનિટ બાદ જણાવ્યું હતું કે, અંદાજે 6200 લોકોને સમાવાની મર્યાદા ધરાવતા મોસ્કો વેસ્ટર્નની સરહદે આવેલા મુઝિક હોલમાં આતંકવાદીઓ ધસી આવ્યા હતા. જે લોકો આ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા તેઓ રશિયન રોક બેન્ડ પિકનિકના પર્ફોમન્સને નીહાળવા આવ્યા હતા.