ચીન અને અમેરિકા વચ્ચે થઈ ડીલ, ચાઈનીઝ વસ્તુઓ પર અમેરિકા લગાવશે આટલો ટેરિફ

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીનમાં ટેરિફ મુદ્દે સહમતિ થઈ હોવાનું યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટથી જણાવ્યું હતું. ટ્રમ્પે ચાઇનીઝ વસ્તુઓ પર ટેરિફ વધારીને 55 ટકા કરવાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદાથી ચીનનો દુર્લભ ખનિજ પદાર્થ સુરક્ષિત થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ચાઇનીઝ વસ્તુઓ પર 55 ટકા ટેરિફ લગાવશે, જ્યારે ચીન અમેરિકાની વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવશે. ટ્રમ્પે કહ્યું લંડનમાં બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ તેમનું તંત્ર ચીન સાથે વેપાર સમજૂતી પર એક અસ્થાયી સમજૂતી પર પહોંચી ગયું છે.
ટ્રમ્પે શું કરી પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જાણકારી આપતાં લખ્યું, રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ અને હું ચીનના અમેરિકામાં વેપાર માટે સાથે મળીને કામ કરીશું. આ બંને દેશો માટે મોટી જીત હશે. ટ્રમ્પે બંને દેશો પક્ષોના સંબેધોને ઉત્કૃષ્ટ ગણાવ્યા હતા.
ગયા મહિને અધિકારીઓ દ્વારા અમેરિકા દ્વારા ચીનથી આયાત પર ટેરિફ દરોને 145 ટકાથી ઘટાડીને 30 ટકા કરવા માટે એક પ્રારંભિક સમજૂતી પર પહોંચ્યા પછી, બંને પક્ષો વચ્ચે ટેરિફને લઈને વાતચીત તાજેતરના અઠવાડિયામાં અટકી પડી હતી. બીજી તરફ ચીને પણ અમેરિકી વસ્તુઓ પર પોતાનો દર 125 ટકાથી ઘટાડીને હવે 10 ટકા કરી દીધો છે.
આ પણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત
ચીનનું ખનિજ પ્રભુત્વ અને આરોપો
ચીન મહત્વપૂર્ણ ખનિજ સપ્લાય ચેઇનનું લીડર છે, જે દુનિયાના રેઅર અર્થ્સના સપ્લાયનું લગભગ 60% ઉત્પાદન કરે છે અને લગભગ 90% પ્રોસેસિંગ કરે છે. ચીન આ સામગ્રીઓને બીજા દેશોમાંથી આયાત કરી રહ્યું છે અને તેનું પ્રોસેસિંગ કરી રહ્યું છે. આ ડીલ પછી ચીન અમેરિકાને દુર્લભ ખનિજો મોકલશે અને અમેરિકા ચીની વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ આપશે.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીની ખનિજો ઝિન્જિયાંગમાં બળજબરીપૂર્વકની મજૂરીથી આવે છે, જેને ચીન નકારે છે. વોલમાર્ટ, એવન, કોકા-કોલા અને નેસ્કૈફે જેવા બ્રાન્ડ આ સાથે જોડાયેલા હોઈ શકે છે.