ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

પાકિસ્તાનમાં આ ક્રિકેટર ગરબે ઘૂમ્યો…

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ નવરાત્રીના અવસર પર ગરબે ઘૂમતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દાનિશે નવરાત્રીનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે 70 થી વધુ મેચ રમી ચુક્યો છે. તેની કીરકિર્દી દરમિયાન તેણે 250થી વધુ વિકેટ ઝડપી છે. કનેરિયાની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. જેના પર તે ઘણીવાર ક્રિકેટ મેચ વિશે વાત કરે છે.

દાનિશ કનેરિયાએ તેના એક્સ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં તેણે લખ્યું હતું કે નવરાત્રિના શુભ અવસર પર ગરબા ઉત્સવમાં ભાગ લઈને ખૂબજ ખુશ છું. હું દરેકના સ્વાસ્થ્ય માટે માતા જગદંબાને પ્રાર્થના કરું છું. આ ઉપરાંત દાનિશે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેના કેપ્શનમાં તેણે માતાજીની સ્તુતિનો શ્ર્લોક લખ્યો હતો કે “યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રી રૂપેણ સંસ્થા.” નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ।

જો કે દાનિશને ધર્મ પરિવર્તનના આરોપ પાકિસ્તાન પર લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમથી રમતના મેદાનથી લઈને ડાઈનિંગ ટેબલ સુધી મને ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દાનિશ પાકિસ્તાનનો હિંદુ ક્રિકેટર છે. પાકિસ્તાન તરફથી રમનાર તે બીજા નંબરનો હિંદુ ક્રિકેટર હતો. આ પહેલા અનિલ દાંપત નામનો હિંદુ ક્રિકેટર પાકિસ્તાન તરફથી રમી ચૂક્યો છે.

દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ 61 ટેસ્ટ અને 18 વનડે મેચ રમી છે. તેની કારકિર્દી દરમિયાન અનુક્રમે 261 અને 15 વિકેટ લીધી હતી. દાનિશે ટેસ્ટમાં બે વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સિવાય તેણે 15 વખત 5 વિકેટ લીધી છે. દાનિશે વર્ષ 2014માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button