ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે અભિનંદન, ભગવાન રામ પધાર્યા છે

ઈસ્લામાબાદ: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ રામનો પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ રંગે ચંગે ઉજવાયો અને તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ ઉપરાત દેશ સિવાય વિદેશમાં પણ લોકોએ આ ઉત્સવને ખૂબજ ભાવ પ્રેમથી ઉજવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં પણ પ્રભુ રામ અયોધ્યા પધાર્યા તેનો ઉત્સવ ઘણા મંદિરોમાં ઉજવવામાં આવ્યો હતો.

તેમજ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ રામ પધાર્યા તેની ઉજવણી કરી હતી. આ ઉપરાંત તેમણે અયોધ્યામાં મંદિર બન્યુ અને પ્રભુ રામ પધાર્યા એ બાબત પર ખુશી વ્યક્ત કરી હતી.

અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વિશ્વભરમાંથી 7000 મહેમાનો આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ 23 જાન્યુઆરીથી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. લાખો લોકો દર્શનાર્થે જશે. આ તમામ લોકોને સુવિધા રહે તે માટે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેમજ રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવામાં આવ્યું હતું.

ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રામલલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને રામ મંદિરના અભિષેક પર તમામને શુભેચ્છા પાઠવી હતી. આ વીડિયોના કેપ્શનમાં કનેરિયાએ લખ્યું હતું કે તમામ લોકોને અભિનંદન! ભગવાન રામ અયોધ્યામાં પધાર્યા છે. તેણે વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકો જય શ્રી રામના નારા લગાવતા જોઈ શકાય છે. કનેરિયા દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે દાનિશ કનેરિયા પાકિસ્તાનનો ભૂતપૂર્વ લેગ સ્પિનર ​​છે. તે પાકિસ્તાની ટીમ તરફથી રમનાર પ્રથમ હિન્દુ ક્રિકેટર છે. તેણે વર્ષ 2000માં પાકિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કનેરિયાએ પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 261 વિકેટ લીધી છે. દાનિશને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંનો એક ગણવામાં આવે છે. જોકે સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ કનેરિયાની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. પરંતુ દાનિશ ઘણીવાર સોશિયલ મિડીયા પર નવરાત્રી અને બીજા અન્ય હિન્દુઓના તહેવારો વિશે પણ પોસ્ટ કરતા હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત