ઇન્ટરનેશનલ

એપસ્ટેઇન ફાઇલ્સમાં દલાઇ લામાના નામથી ખળભળાટ, દલાઇ લામાએ કર્યો આ ખુલાસો

ધર્મશાળા : અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલ એપસ્ટેઇન ફાઇલ્સમાં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું પ્રકાશમાં આવ્યું છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવા આવેલા એપસ્ટેઇન ફાઇલ્સના દસ્તાવેજોમાં દલાઈ લામાનો ઉલ્લેખ 169 વખત કરવામાં આવ્યો છે. જોકે, તેની બાદ દલાઇ લામાએ આ અંગે ખુલાસો કર્યો છે.

આધ્યાત્મિક નેતા ક્યારેય જેફરી એપસ્ટીનને મળ્યા નથી

એપસ્ટેઇન ફાઇલ્સમાં દલાઇ લામાનું નામ આવ્યા બાદ દલાઈ લામાના કાર્યાલય દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડીને કહ્યું છે કે, એપસ્ટેઇન ફાઇલ્સ સંબંધિત કેટલાક તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં આધ્યાત્મિક નેતા દલાઈ લામાને જેફરી એપસ્ટેઇન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે આધ્યાત્મિક નેતા ક્યારેય જેફરી એપસ્ટીનને મળ્યા નથી ન તો તેમણે તેમના વતી કોઈને મળવા કે સંપર્ક કરવાની મંજૂરી આપી છે.

આપણ વાચો: દુનિયાના સૌથી મોટા ‘સેક્સ સ્કેન્ડલ’ નો ખુલાસો થશે! ટ્રમ્પે ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ જાહેર કરવાની મંજુરી આપી

ઈમેલમાં વર્ષ 2012ની એક ઘટનાનો ઉલ્લેખ

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજોમાં દલાઈ લામાનું નામ 169 વખત આવ્યું છે. જેમાં કેટલાક ઈમેલમાં વર્ષ 2012 ની એક ઘટનાનો ઉલ્લેખ છે જ્યાં બંને હાજર હોવાનું કહેવાય છે. દલાઈ લામાના કાર્યાલયે તરત જ પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં એપસ્ટેઈન ફાઇલમાંના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.

દલાઈ લામા કરુણા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે

દલાઇ લામાના શિષ્યોએ આ અંગે જણાવ્યું છે કે, દલાઈ લામા કરુણા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ક્યારેય આવી અફવાઓ પર ધ્યાન આપતા નથી. ગુરુજીનું જીવન સત્ય અને અહિંસા પર આધારિત છે. તેમની સાથે અસત્યનો પડછાયો પણ રહી શકતો નથી. અફવાઓ દુનિયામાં ઝડપથી ફેલાય છે પરંતુ સત્ય સમય સાથે પોતાને પ્રગટ કરે છે.

એપસ્ટેઇન ફાઇલો શું છે?

ઉલ્લેખનીય છે કે, દોષિત સેક્સ ટ્રાફિકર્સ જેફરી એપ્સટિન, ગીસ્લેન મેક્સવેલ અને તેમના સહયોગીઓ સામેના કેસોની તપાસ દરમિયાન મળેલી માહિતીની ફાઈલોમાં ગુપ્ત રાખવામાં આવી છે, જેને “એપસ્ટેઇન” ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.

અહેવાલ મુજબ આ કેસ અંગેની ફાઈલ્સનો 300 ગીગાબાઇટ્સથી વધુ ડેટા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ની કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં સંગ્રહિત છે. આ ડેટાબેઝમાં જેફરી એપ્સ્ટેઇનના ગ્રાહકોની યાદીપણ છે, જેમાં ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટિશ શાહી પરિવારના રાજકુમાર એન્ડ્રુ અને યુએસના ઘણાં સરકારી અધિકારીઓના નામ હોવાની શક્યતા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button