શ્રીલંકામાં ચક્રવાત “દિત્વા” થી 46 લોકોના મોત, પીએમ મોદીએ મદદની જાહેરાત કરી

કોલંબો : શ્રીલંકામાં શુક્રવારે ચક્રવાત “દિત્વા” થી ભારે વરસાદે તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી 46 લોકો માર્યા ગયા હતા અને 23 લોકો ગુમ થયા છે. આ અંગે ધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં ચક્રવાત વધુ તીવ્ર બની શકે છે. જે હવે ભારતના દરિયાકાંઠાના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. .
આ દરમિયાન પીએમ મોદીએ શ્રીલંકાને મદદની જાહેરાત કરી છે. આ ચક્રવાતી તોફાનમાં શ્રીલંકાને ભારે નુકસાન પહોંચ્યું છે. શ્રીલંકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે કહ્યું હતું કે ચા ઉત્પાદક જીલ્લા બાદુલ્લામાં રાત્રે ભૂસ્ખલનમાં અનેક ઘરો વહી ગયા હતા. જેમાં 21 લોકો માર્યા ગયા હતા.
આપણ વાચો: મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…
શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો
આ દરમિયાન ભારતના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે સહાયની જાહેરાત કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, “ચક્રવાત દિત્વાને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરું છું.”

ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવામાં આવી
પીએમ મોદીએ કહ્યું, ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી અને આવશ્યક HADR સહાય મોકલી છે. તેમજ ચક્રવાત શાંત થતા અમે વધુ સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ. ભારતની પડોશી પ્રથમ નીતિ અને વિઝન મહાસાગર અનુસાર ભારત આ જરૂરિયાતના સમયમાં શ્રીલંકાની સાથે મજબૂત રીતે ઊભું છે.
આપણ વાચો: ઓમાનમાં અચાનક પૂર અને ભારે વરસાદે મચાવી તબાહી; શાળાના બાળકો સહિત 17ના મોત
ચક્રવાત ભારતના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે
આ ચક્રવાત ભારતના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. જેના લીધે ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ શુક્રવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓ માટે ત્રણ કલાકનો યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જાહેર કરી છે.



