મ્યાનમાર રાહત સામગ્રી લઇ જઈ રહેલા ભારતીય વાયુસેનાના વિમાન પર સાયબર એટેક

નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં વિનાશક ભૂકંપ (Myanmar earthquake) આવ્યો હતો, જેમાં કારણે 3,800 થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત હજારો લોકો બેઘર થયા છે. મ્યાનમાર સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા (Operation Brahma) શરુ કર્યું છે, જે હેઠળ ભારતીય વાયુ સેના(IAF)ના વિમાનો મ્યાનમાર પહોંચી રહ્યા છે. એવામાં મ્યાનમાર માટે રાહત સામગ્રી લઇ જી રહેલા IAFના એક વિમાન પર સાયબર અટેક (Cyber Attack) કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ જ્યારે વિમાન રાહત સામગ્રી લઈને મ્યાનમાર જઈ રહ્યું હતું ત્યારે અચાનક સાઈબર અટેક થયો હતો. જોકે, વાયુસેનાના એન્જીયર્સ અને પાઈલોટ્સે સમજદારીપૂર્વક કામ કરીને રસ્તો શોધી કાઢ્યો અને યાત્રા પૂર્ણ કરી.
અહેવાલ મુજબ, ભારતીય વાયુસેનાના વિમામાં સેટેલાઇટ-આધારિત GPS સિગ્નલોમાં છેડછાડ કરવાના ઈરાદે સ્પૂફિંગ કરવામાં આવ્યું હતું. મ્યાનમારના હવાઈ ક્ષેત્રમાં GPS સ્પૂફિંગ કોણે કર્યું છે તે શોધવાનું મુશ્કેલ બની શકે છે. નોંધનીય છે કે ચીન મ્યાનમાર પર પકડ જમાવવા વ્યૂહાત્મક ઘૂસણખોરી કરી રહ્યું છે, જેથી ચીન પર શંકા ઉભી થઇ છે.
આપણ વાંચો: રશિયાનો યુક્રેનના સુમી શહેર પરના મિસાઇલ હુમલાથી તબાહીઃ 21 જણનાં મોત
GPS સ્પુફિંગ શું છે?
નિષ્ણાંતોના મતે GPS સ્પૂફિંગ સામાન્ય રીતે પાઇલટને ખોટા કોઓર્ડિનેટ્સ આપીને તેના ગંતવ્ય સ્થાનથી ગેરમાર્ગે દોરે છે. મ્યાનમારમાં, IAF ના પાઇલટ્સે મિશનને પૂર્ણ કરવા માટે INS એટલે કે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમની મદદ લીધી હતી.
ઓપરેશન બ્રહ્મા:
મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ બાદ મિત્રતાના ભાવે ‘ઓપરેશન બ્રહ્મા’ રાહત અભિયાન શરૂ કર્યું હતું. આ કામગીરીના ભાગ રૂપે, ભારતીય સેના આપત્તિમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સંભાળ પૂરી પાડવા માટે 60 બેડનું મેડિકલ ટ્રીટમેન્ટ સેન્ટર સ્થાપિત કરશે. ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી છે.