ફ્રાન્સમાં સત્તાપલટોઃ પહેલી વખત Gay પીએમ બન્યા, જાણો કોણ છે?

પેરિસઃ ભારતના પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં સતત પાંચમી વખત શેખ હસીના પીએમ બન્યા છે, જ્યારે યુરોપના સૌથી મોટા રાષ્ટ્ર ફ્રાન્સમાં સત્તાપલટો થયો છે. ગ્રેબિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા વયના અને ગે વડા પ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ મેક્રોને મંગળવારે ગ્રેબિયલ અટલની વડા પ્રધાન તરીકે નિમણૂક કરી હતી.
ગ્રેબિયલ અટલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને મંગળવારે ગ્રેબિયલ અટલને દેશના વડા પ્રધાન તરીકે નિમણૂક કરી છે. ગ્રેબિયલ આ અગાઉ અટલ દેશમાં શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. 34 વર્ષના ગ્રેબિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા વડા પ્રધાન છે.
ફ્રાન્સના પીએમ ગ્રેબિયલ અટલ અગાઉ ફ્રાન્સના શિક્ષણ પ્રધાન તરીકે લાઈમલાઈટમાં રહ્યા છે. ગ્રેબિયલ અટલે આ અગાઉ પણ જાહેરાત કરી હતી કે મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ દ્વારા પહેરવમાં આવતા પરિધાન અબાયાને ફ્રાન્સની સરકારી સ્કૂલમાં પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી, તેનાથી તેઓ જાણીતા બન્યા હતા. ઈમેનુએલ મેક્રોનના લાંબા સમયના સમર્થક અને મિત્ર ગેબ્રિયલ અટલે એ વખતે કહ્યું હતું કે નવા નિયમો સ્કૂલના નવા એજ્યુકેશન વર્ષથી લાગુ પડશે.
34 વર્ષના અટલ ફ્રાન્સના આધુનિક ઈતિહાસમાં સૌથી નાની વયે શિક્ષણ પ્રધાન બન્યા હતા અને હવે વડા પ્રધાન બનીને ચર્ચામાં આવ્યા છે. આ પહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજીનામાનું કારણ નવા ઈમિગ્રેશન કાયદાને લઈને તાજેતરની રાજકીય ખેંચતાણ હોવાનું માનવામાં આવે છે. આ સાથે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન માટે આગામી દિવસોમાં નવી સરકારની નિમણૂક કરીને નવી ગતિ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે.