અમારા વિસ્તારોની રક્ષા કરવાની ચિંતા બીજા દેશોએ કરવી નહીંઃ મુઈજ્જુ
માલેઃ ભારત અને માલદીવ વચ્ચે સંબંધો વણસ્યા પછી હજુ સુધી પરસ્પર સંબંધો સુધરી શક્યા નથી, ત્યારે આજે આ મુદ્દે માલદીવાના રાષ્ટ્રપતિએ ફરી બળતામાં ઘી હોમ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ કહ્યું હતું કે માલદીવના દરિયાઈ વિસ્તારોમાં દેખરેખ રાખવા મુદ્દે કોઈ બાહરના રાષ્ટ્રોએ કોઈ ચિંતા કરવી નહીં, કારણ કે તેમણે હિંદ મહાસાગરમાં સુરક્ષાને લઈ ડ્રોન તહેનાત કરવાની સાથે દળોને મજબૂત બનાવાની ઘોષણા કરી દીધી છે.
રાષ્ટ્રપતિ કચેરી તરફથી જાહેર કરાયેલા અહેવાલમાં માલદીવ રાષ્ટ્રીય રક્ષા દળ એર કોર અને માનવરહિત હવાઈ વાહન લોન્ચ કરતી વખતે યોજાયેલા સમારોહમાં મુઇજ્જુએ આ નિવેદન આપ્યું હતું.
મુઇજ્જુએ સમારોહમાં માલદીવની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવાની નવી પહેલની ઘોષણા કરી હતી. મુઇજ્જુએ કહ્યું કે માલદીવ કોઈ નાનો દેશ નથી. સાથે તેમણે કહ્યું કે દેશ તેમના અધિકાર ક્ષેત્રની દેખરેખ રાખવા માટે સક્ષમ છે.
ગયા વર્ષે પદભાર સંભાળ્યા બાદ મુઇજ્જુએ ભારતને માલદીવમાંથી લગભગ 90 સેનાકર્મીને પાછા બોલાવા માટે કહ્યું હતું.
મુઇજ્જુ પ્રશાસને એ પણ કહ્યું કે પાછલી સરકારો દ્વારા ભારત સાથે હસ્તાક્ષરિત 100થી વધુ સમજોતાની સમીક્ષા કરવામાં આવશે. મુઇજ્જુએ કહ્યું કે માલદીવની સ્વતંત્રતા અને સંપ્રભુતા અલગ-અલગ વિચારધારાઓ છતાં ફરી વસ્તીના હિતમાં હોવી જોઈએ. મુઇજ્જુએ જણાવ્યું હતું કે દસ મે પછી કોઈ પણ ભારતીય સેનાકર્મી તેમના દેશમાં હાજર નહી રહશે