ઇન્ટરનેશનલ

Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર

તેવ અવિવ: ઇઝરાયલના સતત હુમલાને કારણે ગાઝા(Israel attack on Gaza)માં ભયાનક માનવીય ત્રાસદી ઉભી થઇ છે, ઇઝરાયલ પર કરેલા હુમલાના સાત મહિના બાદ હવે હમાસ(Hamas) યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. હમાસે એક નિવેદનમાં જણાવ્યું કે જો ઇઝરાયેલ ગાઝામાં લોકો સામે તેનું યુદ્ધ અને અત્યાચાર બંધ કરે તો તેઓ વ્યાપક બંધકો છોડવા સહિત સંપૂર્ણ સમજૂતી સુધી પહોંચવા માટે તૈયાર છે.

| Read More: શું છે #All Eyes On Rafah? Bollywood Celebsની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ છે ઉલ્લેખ…

અગાઉ ગાઝા યુદ્ધમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરવા માટે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી કરાયેલી વાતચીત વારંવાર અટકી ગઈ હતી અને બંને પક્ષો વાતચીત અટકી જવા બદલ એક બીજાને દોષી ઠેરવી રહ્યા છે.

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) દ્વારા હુમલાને રોકવાના આદેશ છતાં, દક્ષિણ ગાઝા શહેર રફાહ પર ઇઝરાયેલ દ્વારા આક્રમણ ચાલુ રાખતા હમાસે સમજુતી માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું છે.

હમાસે કહ્યું કે “આજે, અમે મધ્યસ્થીઓને અમારી સ્પષ્ટ સ્થિતિની જાણ કરી છે કે જો ઇઝરાયલ ગાઝામાં અમારા લોકો સામે તેના યુદ્ધ અને આક્રમણને અટકાવે છે, તો અમારી તૈયારી એક સંપૂર્ણ કરાર સુધી પહોંચવા માટે છે.”

| Read More: Americaએ Israelને લઇને સ્પષ્ટ કર્યું વલણ, કહ્યું નીતિઓમાં નહિ થાય કોઇ બદલાવ

ઇઝરાયલે હમાસની ભૂતકાળની ઓફરોને અપૂરતી ગણાવીને નકારી કાઢી હતી અને કહ્યું છે કે તે હમાનો નાશ કરવા માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાયલનું કહેવું છે બંધકોને બચાવવા અને હમાસ લડવૈયાઓને જડમૂળથી દૂર કરવા રફાહ પર આક્રમણ કરવામાં આવ્યું છે. ઇઝરાયેલના આક્રમણને કારણે ગાઝામાં લગભગ 36,000 પેલેસ્ટિનિય નગરિકો માર્યા ગયા છે, જેમાં 15000થી વધુ બાળકોનો સમવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button