ઇન્ટરનેશનલ

Covid-19 મુદ્દે CIAના દાવાથી ખળભળાટઃ ડ્રેગનની ઊંઘ હરામ થતાં કર્યો ખુલાસો…

વોશિંગ્ટનઃ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA)એ તાજેતરમાં ચોંકાવનારો દાવો કર્યો છે. કોરોના મહામારીને લઈ હંમેશાં ચીન પર સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સીઆઈએએ કરેલા નવા રિપોર્ટમાં કોરોના વાઈરસ ફેલાવા માટે ચીન પર કળશ ઢોળવામાં આવ્યો છે.

પણ પુરાવા કોઈ આપ્યા નથી…
સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ બાઈડેન પ્રશાસનના આદેશ અન્વયે રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટને આજે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ચીનની લેબોરેટરીમાંથી વાઈરસ ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે, એજન્સીએ એના મુદ્દે કોઈ નક્કર પુરાવાઓ આપ્યા નથી અને નક્કર રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.

વાયરસ અમારી લેબથી ફેલાયો નથી
સીઆઈએએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના ફેલાવા માટે કોઈ પ્રાણી જવાબદાર નથી, પરંતુ ચીનની લેબોરેટરીમાં લીક થયેલ વાયરસ જવાબદાર છે. એજન્સીવતીથી જણાવાયું છે કે આ વાયરસ કુદરતી રીતે ફેલાવવાની સંભાવના ઓછી છે, કારણ કે રિસર્ચ વખતે કરવામાં આવેલી ભૂલને કારણે મહામારી ફેલાઈ છે. ચીને અગાઉ પણ આ દાવાને ફગાવ્યો હતો, જ્યારે સ્પષ્ટતા કરી હતી કે કોરોના લેબમાંથી ફેલાયો નથી.

આ પણ વાંચો : HMPV હોય કે કોરોના જેવી મહામારીનું ઘર ચીન જે કેમ, કારણો સાથેનો વિસ્તૃત અહેવાલ વાંચો!

રિપોર્ટ રાજકારણથી પ્રેરિત હોવાનો દાવો
સીઆઈએના રિપોર્ટ અંગે ચીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ રિપોર્ટ રાજકીય પ્રેરિત ગણાવતા ફગાવ્યો છે. વાયરસને લઈ ચીનને બદનામ કરવાનું ષડયંત્ર ચાલુ છે અને એને વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવાનું જરુરી છે. કોરોના મહામારી વખતે પણ ચીને કોરોનાના સંક્રમણ ફેલાવવાના દાવાને ફગાવ્યા હતા. એટલું જ નહીં, પશ્ચિમી મીડિયા પર અફવા ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. દરમિયાન તાજેતરમાં સીઆઈએના ડાયરેક્ટર જોન રેટક્લિફે ટ્રમ્પ પ્રશાસન સામે પહેલી વખત આ રિપોર્ટ જાહેર કર્યો છે, કારણ કે તેમણે ગુરુવારે જ કાર્યભાર સંભાળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button