જર્મનીના મેગ્ડેબર્ગમાં Christmas Market માં કારથી હુમલો, બેના મોત 68 ઘાયલ
મેગ્ડેબર્ગ : જર્મનીના મેગ્ડેબર્ગ માં ક્રિસમસમાર્કેટમાં(Christmas Market)તહેવારોની ભીડ વચ્ચે થયેલા શંકાસ્પદ હુમલામાં બે લોકોના મોત થયા છે અને 68 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ક્રિસમસ માર્કેટમાં એક કારે લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે બે લોકોના મોત થયા છે. ઘાયલ થયેલા 68 માંથી 15ને ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે બાકીના સામાન્ય ઇજા થઈ હતી. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યોઆ સમગ્ર ઘટનામાં સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર સરકારે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે.
જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું હતું કે લોકપ્રિય હોલિડે માર્કેટની વચ્ચે બનેલી આ દુ:ખદ ઘટનામાં 68 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.સુરક્ષા અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છેતેમણે કહ્યું “મેગ્ડેબર્ગના આ સમાચાર અત્યંત આઘાતજનક છે.
ઇમરજન્સી સેવાઓ ઘાયલોની સંભાળ રાખવા અને જીવન બચાવવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે. અમારી ઊંડી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે,” ફેસરે ટ્વિટર પર લખ્યું કે હુમલા સંબંધિત વિગતો સ્પષ્ટ કરવા સુરક્ષા અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતોઆ અંગે સરકારે કહ્યું છે કે હુમલામાં સામેલ કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક વ્યવસાયે ડોક્ટર છે અને સાઉદી અરેબિયાનો વતની છે.
આ ઘટના સમયે તે કારમાં એકલો હતો. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે વધુ કોઈ ખતરાના સંકેત નથી. મીડિયા અહેવાલ અનુસાર, ક્રિસમસ માર્કેટના તહેવારોના માહોલમાં જાન-માલની હાનિ અને અરાજકતાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો.