બોલો, ચીનની હાઈ સ્પીડ મેગ્લેવ ટ્રેને બનાવ્યો નવો વિક્રમ, જાણો વિશેષતા
બીજિંગ: ભારતમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે ત્યારે ચીનની સુપર હાઈ સ્પીડ ટ્રેને તેના જૂના વિક્રમને તોડી નાખ્યો છે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી દોડતી શાંઘાઈ મેગ્લેવ ટ્રેન (Shanghai Maglev Train)ને તાજેતરમાં એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. મેંગ્લેવ ટ્રેનની સ્પીડ અને શક્તિને કારણે લગભગ 10 મિલિમીટર ઉપર હવામાં દોડે છે, જે અત્યાર સુધીની તમામ હાઈ સ્પીડ ટ્રેન પૈકીની એક છે.
ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં પ્રત્યેક કલાકે 623 કિલોમીટરની ઝડપે ચીનની શાંઘાઈ મેગ્લેવ ટ્રેન દોડાવીને નવો વિક્રમ બનાવ્યો હતો. હવે આ ટ્રેને પોતાના 623 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડનો પણ રેકોર્ડ તોડી નાખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પણ નવા રેકોર્ડના આંકડા બાબતે કોઈ પણ માહિતી ચીન તરફથી જાહેર કરવામાં આવી હતી.
ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન (સીએએસઆઇસી) દ્વારા મેગ્લેવ ટ્રેને માત્ર 2 કિલોમીટરની લાંબા લો-વેક્યૂમ ટ્યુબમાં ટેસ્ટ વખતે પ્રતિ કલાકના 623 કિ.મી. એટલે કલાકના 387 માઈલનો જૂનો રેકોર્ડ પણ તોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સીએએસઆઇસી દ્વારા મેગ્લેવ એક નવી ટેસ્ટિંગ કરવામાં આવી હતી. આ ટેસ્ટમાં પહેલી વખત અલ્ટ્રા-ફાસ્ટ હાઇપરલુપ ટ્રેને ઓછા-વેક્યૂમ ટ્યુબમાં દોડીને સ્ટેબલ લેવિટેશનની સિદ્ધિ હાંસલ કરી હતી. ચીને કરેલા આ દાવાનો અર્થ છે ભવિષ્યમાં ચીન પાસે એવી ટ્રેન હશે, જે એક એરોપ્લેનની ઝડપથી દોડશે.
સીએએસઆઇસીની ટેસ્ટિંગ બાબતે એક અહેવાલ મુજબ વ્હિકલ ટ્યુબ અને ટ્રેક એક સાથે કામ કરે છે, જેથી મેગ્લેવ ટ્રેન ટ્રેક પર ફ્લૉટ કરે છે. આ ટ્રેનની સ્પીડે એક નેવો રેકોર્ડ નોંધતા કંપની ટ્રેનના સ્ટ્રોંગ મૂવમેન્ટ સિસ્ટમ અને સિક્યોરિટી કંટ્રોલ પણ કામ કરી રહી છે.
ભવિષ્યમાં હાઇ સ્પીડ ટેસ્ટ અને ચીનના બધા ટ્રાન્સપોર્ટ નેટવર્કને નિર્માણ કરવા માટે એક મજબૂત ટેકનોલોજી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ચીનની અનેક કમર્શિયલ એરોસ્પેસ નેક્સ્ટ જેન ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમ વિકસાવવા માટે પણ પ્રયત્નો કરી રહી છે.
મેગ્લેવ ટ્રેન મેગ્લેવ ટેકનોલોજી પર ચાલે છે. આ ટેકનોલોજી ટ્રેન ટ્રેક પરથી હવામાં ફ્લોટ કરવા માટે મેગ્નેટિક ફોર્સનો ઉપયોગ ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેનને સ્પીડ આપવા માટે એક વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા લો-વેક્યૂમ ટ્યુબથી પસાર કરવું પડે છે.
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે હાઈ સ્પીડ ફ્લાયર પ્રોજેક્ટ એરોસ્પેસ અને રેલ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીને એક કરે છે, જ્યારે ડિઝાઈન સ્પીડ કલાકના 1,000 કિલોમીટરની રાખી છે, જ્યારે કમર્શિયલ સ્પીડ પણ વધુ છે. કોઈ પણ કમર્શિયલ એરક્રાફ્ટની સ્પીડ કલાકના 860 કિલોમીટર સુધી હોય છે. જોકે, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા નવા સંશોધનો તઈ રહ્યા છે ત્યારે ચીનના અમુક પ્રોજેક્ટ આસમાનને સ્પર્શી રહ્યા છે, પરંતુ પડકારો પણ વધારે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.