ચીનમાં બની રુવાંટા ઉભા કરે તેવી ઘટનાઃ તમે પણ વીડિયો જોશો તો…
પ્રવાસના સ્થળોએ સાવચેતી રાખવી દરેક દેશમાં જરૂરી છે. ઘણીવાર આપણે આપણી મજાઓમાં મશગૂલ હોઈએ છીએ અને પછી કોઈક અનિચ્છિત ઘટના બને ત્યારે તંત્રને દોષ આપીએ છીએ, પરંતુ કુદરતી સ્થળો પર કુદરતનું જ રાજ હોય છે અને પ્રકૃતિ સામે પ્રશાસન પણ કંઈ કરી શકતું નથી. આવો એક કિસ્સો ચીનમાં બન્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. (viral video) તમે પણ આ વીડિયો જોશો તો સમજાશે કે પર્યટક તરીકે જે તે સ્થળ અને વાતાવરણની જાણકારી મેળવી, તેના જોખમો વિશે જાણવાની જવાબદારી તમારી પણ છે.
સોશયલ મીડિયા પર જે વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તે ચીનના (CHIN) હેઇશાંચા ઝરણાનો છે .વીડિયો જોઈ લોકોના રુવાંટા ઉભા થઈ ગયા છે . જેમા અનેક લોકો થીજી ગયેલા ઝરણાની નીચે બરફમાં મજા માણી રહ્યા હતા, પરંતુ બીજી ક્ષણે ત્યાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હેઇશાંચા ઝરણા નીચે લોકો મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક જ ઉપરથી એક ટન વજનનો બરફ પડતા (ICE FALL) નાસભાગ મચી અને આનંદનું વાતાવરણ ચીસોમાં ફેરવાયું હતું. શાન્શી શીઆન સ્થિત હેઇશાંચા ઝરણા ખાતે 5 જાન્યુઆરીએ ઘટના બની હતી.
જ્યારે એક ટનથી વધુ વજનનો બરફ અચાનક જ થીજી ગયેલા ધોધની નીચે મજા માણી રહેલા પ્રવાસીઓ પર પડયો. જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પસ્ટ જોઈ શકાય છે કે દુર્ધટના થતા જ નાસ ભાગ થાય છે. પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા ત્યાથી દોડી જાય છે તે ગાળામાં એક વ્યક્તિ બરફ થી અથડાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. આ દુર્ઘટના બાદ પ્રશાસને તે વિસ્તારની મુલાકાત લેવા પર પ્રતિબંધ મુક્યો છે.
Also read: હેમામાલિનીના જન્મદિવસની પાર્ટીમાં ઘરનો આ સભ્ય રહ્યો ગેરહાજર
ઈનસ્ટાગ્રામ પર અનેક યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝર્સે લખ્યું છે કે આ પ્રકારના ઝરણા ખૂબ ખતરનાક હોય છે, આવા સ્થળ પર સલામતી રાખવી જોઈએ. તો બીજા યુઝર્સે કોમેન્ટ કરી છે કે લોકો આવા સ્થળ પર બાળકો સાથે કેમ જાય છે આમાં પ્રસાશનનો કોઈ વાંક નથી. અન્ય એક યુઝરે લખ્યું છે કે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે આ અકસ્માતમાં કોઈને કંઈ થયું નથી. 6 વર્ષ પહેલા પણ આવી દુર્ધટના થઈ હતી માહીતી અનુસાર 2019માં પણ આવી દુર્ધટના સર્જાઈ હતી. બરફના ઝરણાની આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે તાજેતરમાં બનેલી ઘટનામાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું નથી. હવેથી પર્યટનની મજા માણવા જાઓ ત્યારે થોડી તકેદારી જરૂર રાખો અને આવી સ્થિતિમાં નાસભાગ ન કરતા એકબીજાની મદદ કરો અથવા પ્રશાસનની મદદ માગો.