ઇન્ટરનેશનલનેશનલ

ચીને પાકિસ્તાનને સાથ આપ્યો; પહેલગામ હુમલા અંગેની આ માંગને ચીને સમર્થન આપ્યું

નવી દિલ્હી: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો આરોપ પાકિસ્તાન પર લગાવ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ કરી રહી છે, જેના કારણે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાન આ ઘટનાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યું છે. આજે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી હતી. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય તપાસની માંગને ચીનને સમર્થન કર્યું છે.

ચીનના મુખ્ય અખબાર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઈશાક ડાર સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, વાંગ યીએ કહ્યું કે ચીન હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર નજર રાખી રહ્યું છે.

ઇશાક ડારે કહ્યું કે તેઓ આતંકવાદ સામે કડક નિર્ણયો લેવા માટે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાન તણાવ વધારતા કોઈપણ પગલાની વિરોધમાં છે. પાકિસ્તાન આ મુદ્દા પર ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્કમાં રહેશે.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે તેઓ આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. આતંકવાદ સામેની લડાઈ એ તમામ દેશોની સહિયારી જવાબદારી છે.

આપણ વાંચો:  શાહિદ આફ્રિદી ફરી ઝેર ઓક્યું, ભારતીય સેનાને ‘નાલાયક’ અને ‘નકામી’ કહી

પાકિસ્તાનની માંગ:
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે માંગ કરી હતી કે પહેલગામ હુમલાની તપાસમાં રશિયા અને ચીનને પણ સામેલ કરવામાં આવે. તેમણે કહ્યું કે એક આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button