ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો

તિયાનમેન : ચીને આજે તિયાનમેનમાં અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત કરવામાં આવી છે. આ પરેડ શરુ થઈ છે. જેમાં ચીન તેની સૈન્ય તાકાત દર્શાવશે. આ પરેડમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સહિત અનેક વિદેશી નેતાઓનું સ્વાગત કર્યું હતું. જે સામાન્ય રીતે અમેરિકાના વિરોધી માનવામાં આવે છે.

આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પરેડમાં તેની આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. જેમાં ડ્રોન, હાઇપરસોનિક મિસાઇલ અને ફાઇટર જેટ સામેલ હતા. તેમજ PLA વિમાનો પણ આ પરેડનો હિસ્સો બન્યા હતા. 45 લશ્કરી ટુકડીઓ તિયાનમેન સ્ક્વેર પર ઉતરી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને સલામી આપી હતી. આ પરેડ લગભગ 70 મિનિટ સુધી ચાલી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો સંદેશ
ચીનમાં એક સાથે પુતિન અને કિમ જોંગ અને શી જિનપિંગ એક સાથે હોવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો સંદેશ માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પૂર્વે પણ પુતિન અને કિમ જોંગને અમેરિકા સાથે રાખવાનો પ્રયાસ કરી ચુક્યા છે. જયારે જાપાને વિશ્વના નેતાઓને આ આયોજનના સામેલ ન થવા અપીલ કરી હતી. જેનો ચીને આકરો રાજકીય વિરોધ નોંધાવ્યો હતો.
પરેડમાં કુલ 26 વિદેશી નેતાઓ હાજર રહ્યા
આ પૂર્વે ચીનની વિકટ્રી ડે પરેડ 10 વર્ષ પૂર્વે આયોજિત કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 80મી વર્ષગાંઠ પર તેને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પરેડમાં કુલ 26 વિદેશી નેતાઓ હાજર રહ્યા છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મ્યાનમારના લશ્કરી વડા મીન આંગ હ્લેઇંગ, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ, મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો, ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ