એકબીજાને શ્રેષ્ઠ સહયોગી ગણાવતાં ચીન-પાકિસ્તાનના મતભેદ ખુલીને આવ્યા સામે, જાણો શું છે મામલો…

International News: ચીન અને પાકિસ્તાન (China and Pakistan) એકબીજાને તેમના શ્રેષ્ઠ સહયોગી ગણાવે છે, પરંતુ બંને વચ્ચે પ્રથમ વખત ખુલીને મતભેદ સામે આવ્યા છે. ઈસ્લામાબાદમાં ચીનના રાજદૂતે (Chinese Ambassador) સીપીઈસી પરિયોજના પર ચાલી રહેલા કામને લઈ ચીનના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા (Pakistan EAM spoke person) મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, ચીનના રાજદૂતનું તાજેતરનું નિવેદન હેરાન કરનારું છે.
આ પણ વાંચો : તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ
ચીનના રાજદૂત જિયાંગ જૈદોંગે ગત સપ્તાહે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનમાં તાજેતરમાં જ ચીની નાગરિકો પર હુમલા વધ્યા છે તેવા જ સમયે આ નિવેદન સામે આવ્યું છે.
તાજેતરમાં કરાચીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો માર્યા ગયા અને દસ અન્ય ઘાયલ થયા હતા. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી હતી. એ જ રીતે માર્ચમાં પણ ચીની કામદારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં પાંચ ચીની નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત દ્વારા કરવામાં આવ્યો હતો.
ચીનના રાજદૂતે હુમલા અંગે શું કહ્યું?
જિયાંગ ઝેડોંગે કોન્ફરન્સમાં કહ્યું હતું કે આવા હુમલાને સ્વીકારી શકાય નહીં. તેમણે ઈસ્લામાબાદને ચીની નાગરિકોની સુરક્ષા મજબૂત કરવા અને ચીન વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ચીની નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચીનના રાજદૂતે કહ્યું કે, તાજેતરમાં જ ચીનના વડાપ્રધાન લી કિઆંગે પણ આ મુદ્દે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ પાકિસ્તાન ચીની નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે તેવો હતો.
આ પણ વાંચો : ભારત-ચીન સરહદથી સૈનિકોની પીછેહઠ, દેપસાંગ-ડેમચોકમાં ડિસએન્ગેજમેંટ પ્રક્રિયા પૂરી
આ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન ચીની નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પ્રવક્તાએ કહ્યું કે વડાપ્રધાન શહબાઝ શરીફ અને ચીનના વડા પ્રધાન લી કિઆંગ વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.