ઇન્ટરનેશનલ

ચીન પાકિસ્તાન સાથે મળીને રમી રહ્યું છે નવી કૂટનીતિક રમત, સાર્ક ને બદલવાની કવાયત

બેઇજિંગ: ચીન ફરી એકવાર પાકિસ્તાન સાથે મળીને નવી કૂટનીતિક રમત રમવા જઇ રહ્યું છે. જેમાં ચીન દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને સાથે રાખીને નવા પ્રાદેશિક સંગઠનની રચના માટે કવાયત કરી રહ્યું છે. આ નવું સંગઠન દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC)ને દૂર કરીને તેનું સ્થાન લઈ શકે છે. આ રમત પાછળ ચીનનું મગજ છે. જ્યારે પાકિસ્તાન આ પ્રોજેક્ટને સમર્થન આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ચીનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનના પ્રતિનિધિઓની એક બેઠક યોજાઈ હતી.

આ અંગે મીડિયા અહેવાલમાં રાજદ્વારી સૂત્રોને ટાંકીને ઇસ્લામાબાદ અને બેઇજિંગ વચ્ચેની વાતચીત હવે આગળના તબક્કામાં હોવાનું જણાવ્યું છે. તેમજ બંને પક્ષો સંમત છે કે પ્રાદેશિક એકીકરણ અને જોડાણ માટે એક નવું સંગઠન જરૂરી છે.

આ પણ વાંચો: ભારત ચીનના રક્ષા મંત્રીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…

જ્યારે સૂત્રોને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ નવું સંગઠન સંભવિત રીતે પ્રાદેશિક બ્લોક SAARC ને બદલી શકે છે. SAARC માં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ચીન SAARC નું સભ્ય નથી. પરંતુ હવે એક નવું સંગઠન બનાવીને ચીન દક્ષિણ એશિયાના દેશો પર રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રભાવ મેળવવા માંગે છે. ચીનના સાર્કના તમામ દેશો સાથે ઊંડા આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે.

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બેઠક

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ચીનના કુનમિંગમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. એવું કહેવાય છે કે આ બેઠક આ સંગઠનને નક્કર આકાર આપવા માટેના રાજદ્વારી દાવપેચનો એક ભાગ હતી. આ બેઠકનો ધ્યેય સાર્કનો હિસ્સો રહેલા અન્ય દક્ષિણ એશિયાઈ દેશોને નવા જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવાનો હતો. જોકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકા, બેઇજિંગ અને ઇસ્લામાબાદ વચ્ચે કોઈપણ જોડાણના વિચારને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ બેઠક રાજકીય નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button