ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુક્રેન પીસ સમિટમાં ભારતની ચાલથી ચીન, પાકિસ્તાન પરાસ્ત

ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓથી મજબૂત છે. રશિયા અને યુક્રેનના જંગમાં વારંવાર ભારતની રશિયા સાથે દોસ્તીની કસોટી થઇ રહી છે અને ભારત દર વખતે વિજયી બનીને બહાર આવે છે. મોદી અને પુતિન વચ્ચે પણ આવી જ કેમેસ્ટ્રી જોવા મળે છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે એવી મુત્સદી ચાલ ચાલી છે કે ઝેલેન્સ્કી પણ ખુશ છે અને પુતિન પણ ખુશ છે.

ભારતે રવિવારે યુક્રેન સંકટ પર સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા યોજાયેલી શાંતિ સમિટમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ 15 અને 16 જૂનના રોજ સ્વિટ્ઝર્લેન્ડના લ્યુસર્ન પાસેના રિસોર્ટમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરે યુક્રેન સંકટ પર ‘પીસ સમિટ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત કોઈપણ યુદ્ધમાં શાંતિના પક્ષમાં રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતે શાંતિની જ તરફદારી કરી હોવા છતાં, પણ ભારતે સ્વિટ્ઝર્લેન્ડમાં યુક્રેન શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર નહીં કર્યા. પીસ સમિટમાં સામેલ 80થી વધુ દેશોએ યુક્રેન શાંતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ ભારત તેના મિત્ર રશિયાને દગો આપે એ શક્ય જ નથી. ભારત જણાવ્યું હતું કે તે આ શાંતિ દસ્તાવેજની વિરુદ્ધ નથી, પણ ભારત ઈચ્છે છે કે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે બંને પક્ષો એટલે કે રશિયા અને યુક્રેન એક મંચ પર હોવા જરૂરી છે. ઉપરાંત, બંનેનો અભિપ્રાય મહત્વપૂર્ણ છે. શાંતિ માટે તમામ હિતધારકોને સાથે લાવવા જરૂરી છે. આ પીસ સમિટમાં રશિયાને આમંત્રમ આપવામાં નહોતું આવ્યું, તેથી શાંતિ દસ્તાવેજ એક તરફી હતા. આ જ કારણસર ભારત સમિટમાંથી બહાર પાડવામાં આવેલા કોઈપણ સંયુક્ત નિવેદન અથવા શાંતિ દસ્તાવેજથી દૂર રહ્યું હતું.

ભારતની આ મુત્સદીગીરીથી ચીન અને પાકિસ્તાન પણ પછડાટ ખાઇ ગયા છે. પાકિસ્તાન અને ચીન યુક્રેન પીસ સમિટથી દૂર રહ્યા હતા, પરંતુ ભારતે વિશ્વનું પણ સન્માન રાખ્યું હતું અને મિત્રતાનું સન્માન પણ રાખ્યું અને આ પીસ સમિટમાં ભાગ લીધો હતો.

Read This…ખાલિસ્તાની આતંકવાદી Pannuની હત્યાના કાવતરામાં સંદિગ્ધ ભારતીયને અમેરિકાને સોંપાયો

ભારત તરફથી પીએમ મોદીએ કે વિદેશ પ્રધાન જયશંકરે આ પીસ સમિટમાં હાજરી આપી નહોતી, પણ વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરે સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમિટમાં 100 થી વધુ દેશો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રશિયાને સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જ્યારે ચીને ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના આવવા કે ના આવવાથી કંઇ ફરક પડતો નથી. યુક્રેન પીસ સમિટમાં ભાગ ન લેવાથી પાકિસ્તાન અને ચીન દુનિયાની નજરમાં આવી ગયા છે, પણ ભારતે આ સમિટમાં ભાગ પણ લીધો અને પોતાના વિચારો રજૂ પણ કર્યા. ભારતે વિશ્વની સામે શાંતિ નિર્માતા તરીકેની પોતાની છબી પણ જાળવી રાખી છે અને સાથે સાથે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પણ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે ભારત તેમનો સાચો મિત્ર બનીને રહેશે.

ભારતના આ વલણથી એક કાંકરે બે પક્ષી મર્યા છે. ભારતની કૂટનૈતિક જીત થઇ છે. ભારતના અભિગમથી યુક્રેન પણ નારાજ નથી અને રશિયા પણ ખુશ છે. હા, પાકિસ્તાન અને ચીન કદાચ અફસોસ કરી રહ્યાં હશે કે તેમણે ભારત જેવું વલણ કેમ નહીં અપનાવ્યું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker