Trade war: ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો, યુએસ કંપનીઓ સામે તપાસ…
બેજિંગ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરીફ લગાવવાની જાહેરાત કરીને ગ્લોબલ ટ્રેડ વોરની શરૂઆત કરી દીધી છે. જોકે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લગાવવાનો નિર્ણય હાલ પુરતો મુલતવી રાખ્યો છે. પરંતુ ચીન પર આજથી યુએસ ટેરીફ લાગુ થઇ જશે, એવામાં ચીને પણ યુએસ પર વળતી કાર્યવાહી (US-China Trade War) કરી છે. ચીને ગુગલ સામે તપાસની આદેશ આપ્યા છે અને યુએસ ઉત્પાદનો પર નવા ટેરિફ લાદ્યા છે. હવે બે મહાસત્તાઓ વેપાર બાબતે સામસામે આવી ગઈ છે, જેની અસર વૈશ્વિક વેપાર પર પડી શકે છે.
Also read : ‘આપણે સાથે મળીને લડ્યા અને મર્યા’ જસ્ટીન ટ્રુડોનો અમેરિકનોને ઇમોશનલ મેસેજ…
ચીનની વળતી કાર્યવાહી:
યુએસએ ચીનથી આયાતો પર 10% ટેરિફ લાદ્યો હતો, જેનાથી ચીન નારાજ છે. હવે ચીને વળતી કાર્યવાહી કરી છે. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશનના મંગળવારના નિવેદન મુજબ, ચીન કથિત રીતે એન્ટિ-ટ્રસ્ટ ઉલ્લંઘન માટે યુએસ ટેક જાયન્ટની ગૂગલ સામે તપાસ કરી રહ્યું છે. ચીને અમેરિકાથી આયાત થતા કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસ પર 15% તથા ઓઈલ અને કૃષિ સાધનો પર 10% ટેરીફ લાદવાની પણ જાહેરાત કરી છે.
આ ઉપરાંત ચીને ટંગસ્ટન-સંબંધિત સામગ્રીના નિકાસ નિયંત્રણ લગાવ્યા છે. આ ઉપરાંત અમેરિકન કંપની કેલ્વિન ક્લેઈનની પેરેન્ટ કંપની PVH કોર્પ. અને ઈલુમિના ઇન્ક.ને અવિશ્વસનીય એન્ટિટી યાદીમાં ઉમેરવામાં આવી છે.
Also read : જો બાઇડેને પુતિનની હત્યા કરાવવાની કોશિશ કરી, જાણીતા અમેરિકનનો દાવો
ચીનની અમેરિકા સામેની આ કાર્યવાહીને કારણે યુએસ-ચીન ટ્રેડ વોર વધુ વકર્યું છે. બપોરે ઓફશોર યુઆનમાં ઘટાડો નોંધાયો છે. ઓફશોર યુઆનમાં 0.3%નો ઘટાડો નોંધાયો છે. ચીનના નિર્ણયને કારણે ઓસ્ટ્રેલિયન ડોલર અને ન્યુઝીલેન્ડ ડોલર પણ 0.8% ઘટ્યા છે.