ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…

બીજિંગ/વોશિંગ્ટનઃ અમેરિકાએ વિશ્વના મોટાભાગના દેશો પર ટેરિફ (Tarrif) લગાવ્યો છે. જેની અસર મોર્કેટ (Market) પર પણ પડી હોવાના આંકડા સામે આવ્યાં છે. પરંતુ કેટલાક દેશો એવા પણ છે જેમે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે લાલ આંખ કરી છે. અમિરેકાએ લગાવેલા ટેરિફ બાદ હવે વિશ્વમાં વેપાર ક્ષેત્રનું યુદ્ધ છેડાઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ ટેરિફ લાગ્યા તો હવે ચીન પણ અમેરિકા પર એટલો જ ટેરિફ લગાવશે. આ મામલે ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે 10 એપ્રિલથી અમેરિકાથી આયાત થતા તમામ માલ પર 34% નો વધારાનો ટેરિફ લાદવામાં આવશે.
ચીને 34 ટકા ટેરિફ ટેક્સ લગાવવાની જાહેરાત કરી
અમેરિકા એવું સમજે છે કે, તે મહાસત્તા છે એટલે તેની સામે કોઈ દેશ અવાજ નહીં ઉઠાવે! પરંતુ હકીકત અત્યારે વિપરિત છે. કારણે કે, એક બીજી મહાસત્તા એવી ચીને અમેરિકા પર 34 ટકા ટેરિફ ટેક્સ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ચીને કહ્યું કે, અમે કોઈની પણ દાદાગીરીને બર્દાસ્ત નહીં કરીએ! વાસ્તવિક રીતે જોવા જઈએ તો અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોની વિરુદ્ધ. આ ટેરિફ જે ફક્ત યુએસ હિતોને જ નુકસાન પહોંચાડશે નહીં પરંતુ વૈશ્વિક આર્થિક વિકાસ, ઉત્પાદન સ્થિરતા અને પુરવઠાને પણ જોખમમાં મુકી શકે છે. અર્થશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અમેરિકાએ પોતાના દેશના આંતરિક વિકાસ માટે અન્ય દેશો પર વધારે ટેક્સ વસૂલવાની વાત કરે છે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારને ભારે અસર થવાની છે.
ચીને અમેરિકાને ટેરિફ પાછો લેવા કર્યો અનુરોધ
ચીને અમેરિકાને ચેતવણી પણ આપી છે કે, આ ટેરિફને હટાવી દેવામાં આવે! ચીન મંત્રાલયે કહ્યું કે, ચીન અમેરિકાને ચર્ચાઓ કરીને તાત્કાલિક તેના એકપક્ષીય ટેરિફ પગલાં પાછા ખેંચવા વિનંતી કરે છે જેથી તમામ વેપાર મતભેદોનો ઉકેલ આવી શકે! જો અમેરિકા ટેરિફ નહીં હટાવે તો નજીકના ભવિષ્યમાં વિશ્વની અર્થવ્યવસ્થાને પણ અસર થવાની છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ચીન સરકાર કાયદા અનુસાર સંબંધિત માલ પર નિકાસ નિયંત્રણો લાગુ કરી રહી છે.’ તેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરવાનો અને પરમાણુ અપ્રસાર જેવી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને પૂર્ણ કરવાનો છે.
વર્તમાનમાં ચીની માલ પર યુએસ ટેરિફ 54 ટકા થયો
અમેરિકાએ લગાવેલા ટેરિફના કારણે અત્યારે અન્ય દેશોને જ નહીં પરંતુ અમેરિકાના માર્કેટમાં પણ મોટું ગાબડું પડ્યું અને શેર માર્કેટમાં મોટો કડાકો પણ જોવા મળ્યો છે. તેની નોંધ આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ લીધી છે. ટેરિફની વાત કરવામાં આવે તો, ટ્રમ્પે અમેરિકામાં આયાત થતા ચીની માલ પર 20% ટેરિફ લગાવી દીધો હતો. 2 એપ્રિલે ફરી અમેરિકાએ ચીન પર 34% નો પારસ્પરિક ટેરિફ લાદ્યો છે, જેનાથી ચીની માલ પર યુએસ ટેરિફ 54 ટકા થયો છે. આ ટેરિફના કારણે અત્યારે ચીન અમેરિકા સામે પડ્યું અને તેણે પણ ટેરિફમાં વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે. જેના કારણે નાના દેશોને મોટી અસર થવાની છે.
આપણ વાંચો : ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો